જૂનિયર વિદ્યાર્થીઓને વોટ્સએપ પર પરેશાન કરશો તો માનવામાં આવશે રેગિંગ, UGCએ જાહેર કર્યા નિર્દેશ
દર વર્ષે યુજીસીને નવા વિદ્યાર્થીઓ તરફથી સિનિયર્સ દ્ધારા હેરાનગતિની ડઝનેક ફરિયાદો મળે છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ કહ્યું હતું કે સિનિયર્સ દ્ધારા વોટ્સએપ પર જૂનિયર્સને હેરાન કરવાને પણ હવે રેગિંગ ગણવામાં આવશે. જો આવું કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
કડક માર્ગદર્શિકા જાહેર
યુજીસીએ આ સંદર્ભમાં કડક દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. તેણે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને એવા અનૌપચારિક વોટ્સએપ ગ્રુપ્સ પર નજર રાખવા સૂચના આપી છે જે જૂનિયર્સને હેરાન કરવા માટે બનાવવામાં આવ્યા છે. દર વર્ષે યુજીસીને નવા વિદ્યાર્થીઓ તરફથી સિનિયર્સ દ્વારા હેરાનગતિની ડઝનેક ફરિયાદો મળે છે.
સિનિયર્સ માનસિક હેરાનગતિ કરે છે
યુજીસીએ તેના તાજેતરના નિર્દેશમાં જણાવ્યું હતું કે- "ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે સિનિયર્સ અનૌપચારિક વોટ્સએપ ગ્રુપ્સ બનાવે છે, તેમાં જૂનિયર્સને એડ કરે છે અને પછી તેમને માનસિક હેરાનગતિનો ભોગ બનાવે છે. આ પણ રેગિંગ હેઠળ આવે છે અને આ માટે કાર્યવાહી કરવામાં આવશે."
કેમ્પસમાં વિદ્યાર્થીઓની સલામતી સર્વોપરી છે
આયોગે કહ્યું હતું કે- "કેમ્પસમાં વિદ્યાર્થીઓની સલામતી સર્વોપરી છે અને આમાં કોઈ સમાધાન થઈ શકે નહીં. રેગિંગ વિરોધી નિયમો લાગુ કરવામાં નિષ્ફળતાને કારણે સંસ્થાઓ સામે કડક કાર્યવાહી પણ થઈ શકે છે, જેમાં ગ્રાન્ટ પાછી ખેંચવાનો પણ સમાવેશ થાય છે.''
જૂનિયર્સને સીનિયર્સના નિર્દેશો
યુજીસીએ એવી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે જ્યાં જૂનિયર્સને સિનિયર્સની સૂચનાઓનું પાલન ન કરવા પર સામાજિક બહિષ્કારની ધમકી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને તેમના વાળ કાપવા, લાંબા સમય સુધી જાગતા રહેવા અથવા મૌખિક દુર્વ્યવહાર કરવાની ફરજ પાડવામાં આવી હતી.
Education Loan Information:
Calculate Education Loan EMI





















