શોધખોળ કરો

Bank Jobs: બેન્કમાં નોકરી કરવાનો ગૉલ્ડન ચાન્સ, આ બેન્કમાં બહાર પડી 114 જગ્યાઓ માટેની ભરતી

આ ભરતી અભિયાન IDBI BANKમાં સ્પેશ્યલિસ્ટ કેડર ઓફિસરના 114 ખાલી પદો ભરવા માટે ચલાવવામાં આવશે,

IDBI Bank Jobs 2023: બેન્કમાં નોકરી કરવાની ઇચ્છા રાખતા યુવાઓ માટે એક ખુશ ખબર સામે આવી છે. હાલમાં જ IDBIએ એક ભરતી નૉટિફિકેશન બહાર પાડ્યુ છે, આ નૉટિફિકેશન અનુસાર આઇડીબીઆઇ બેન્કમાં 114 પદો પર ભરતી કરવામાં આવશે. જે માટે ઉમેદવાર અધિકારિક વેબસાઇટ idbibank.in પર જઇને અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે, ઉમેદવાર આ ભરતી માટે 03 માર્ચ, 2023 સુધી અરજી કરી શકે છે. 

આ ભરતી અભિયાન IDBI BANKમાં સ્પેશ્યલિસ્ટ કેડર ઓફિસરના 114 ખાલી પદો ભરવા માટે ચલાવવામાં આવશે, આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની પાસે માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યૂએશન /બીઇ /બીટેક/ એમઇ/ એમટેક/એમબીએ/એમસીએ ડિગ્રી તથા અન્ય નિર્ધારિત પાત્રતાઓ તથા સંબંધિત ક્ષેત્રમાં કાર્ય કરવાનો અનુભવ હોવો જોઇએ.

IDBI Bank Jobs 2023: ઉંમર મર્યાદા 
નૉટિફિકેશન અનુસાર, આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 25/28/35 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 40 / 45 વર્ષની નક્કી કરવામાં આવી છે. 

IDBI Bank Jobs 2023: આ રીતે થશે પસંદગી -
આ પદો પર ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક યોગ્યતા તથા અનુભવના આધાર પર થશે. અભ્યર્થીઓને શૉર્ટલિસ્ટ કર્યા બાદ ગૃપ ડિસ્કશન/ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, પસંદગી દરમિયાન ઉમેદવારોએ પોતાના તમામ મૂળ દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત નકલો રજૂ કરવી પડશે. ઉમેદવારોને ચિકિત્સકીય રીતે ફિટ હોવુ પણ જરૂરી છે. 

IDBI Bank Jobs 2023: અરજી ફી - 
આ ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફીની ચૂકવણી કરવી પડશે, આ અભિયાન માટે ઉમેદવારોને 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે. 

IDBI Bank Jobs 2023: કઇ રીતે કરશો અરજી - 
ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોને અધિકારિક વેબસાઇટ idbibank.in પર પર જવુ પડશે. ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 03 ફેબ્રુઆરી, 2023 છે. વધુ જાણકારી માટે ઉમેદવાર આઇડીબીઆઇ બેન્કની અધિકારિક વેબસાઇટની મદદ લઇ શકે છે. 

SSC CGL Exam 2022 : SSC CGL Exam 2022 માટે બહાર પડાયુ નોટિફિકેશન

SSC CGL Exam 2022 : SSC CGL પરીક્ષા 2022 ને લઈને સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના બહાર પાડવામાં આવી છે. આ સૂચના ટિયર II પરીક્ષાના પેપર Iની યોજના સંબંધિત મહત્વપૂર્ણ છે. ટાયર II પરીક્ષામાં બેસનાર ઉમેદવારો SSCની અધિકૃત સાઇટ ssc.nic.in પર નોટિસ ચેક કરી શકે છે.

નોટિસ પેપર મુજબ I બે સત્રોમાં હાથ ધરવામાં આવશે. સત્ર 1 અને સત્ર 2. સત્ર 1ને 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. દરેક વિભાગમાં બે મોડ્યુલ હશે. વિભાગ 1 મોડ્યુલ-I (ગાણિતિક ક્ષમતાઓ) અને મોડ્યુલ-II (તર્ક અને સામાન્ય બુદ્ધિ). ઉમેદવારોને આ વિભાગનો પ્રયાસ કરવા માટે એક કલાકનો સમય આપવામાં આવશે. આ વિભાગ એક કલાક બાદ આપમેળે બંધ થઈ જશે. સત્ર 2 બે મોડ્યુલ ધરાવે છે જેમાં મોડ્યુલ I અંગ્રેજી ભાષા અને સમજણ ધરાવે છે અને મોડ્યુલ 2 એ જનરલ અવેરનેસ છે. આ વિભાગ માટે પણ ઉમેદવારોને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. વિભાગ 3 મોડ્યુલ-I (કોમ્પ્યુટર નોલેજ ટેસ્ટ) વિભાગ-II પૂર્ણ થયા બાદ તરત જ શરૂ થશે અને માત્ર 15 મિનિટનો સમયગાળો હશે. સત્ર-I વિભાગ-III ના મોડ્યુલ-I પૂર્ણ થયા પછી સમાપ્ત થશે.

સત્ર 1 પૂર્ણ થયા બાદ ઉમેદવારોને સત્ર 2 માટે નોંધણી કરવા માટે વિરામ આપવામાં આવશે. સત્ર-IIIના મોડ્યુલ-II (ડેટા એન્ટ્રી સ્પીડ ટેસ્ટ) સત્ર-IIમાં હાથ ધરવામાં આવશે અને તે 15 મિનિટનો સમયગાળો હશે. વધુ વિગતો માટે ઉમેદવારો SSCની સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકે છે.

આ રીતે નોટિસ ચેક કરો

ત્યાર બાદ ઉમેદવારના હોમ પેજ પર આપવામાં આવેલી SSC CGL પરીક્ષાની મહત્વની સૂચના પર ક્લિક કરો.

હવે ઉમેદવારની સામે એક PDF ફાઈલ ખુલશે.

ઉમેદવારો આ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરીને ચેક કરી શકે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
Embed widget