IGI AVIATION Recruitment 2024: એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફના પદ માટે બમ્પર ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ
IGI Aviation સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ તરફથી એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ માટે બમ્પર પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે.
IGI Aviation સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ તરફથી એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ માટે બમ્પર પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. અરજી કરવાની અંતિમ તારીખ 22મે 2024 રાખવામાં આવી છે. જે કોઈપણ ઉમેદવારો આ પદ માટે યોગ્ય લાયકાત અને પાત્રતા ધરાવતા હોય તેઓ ઓનલાઈન માધ્યમ દ્વારા અરજી કરી શકે છે.
અરજી કરવા માટે ફોર્મ આઈજીઆઈ એવિએશનની આધિકારીક વેબસાઈટ igiaviationdelhi.com પર જઈને આ પેઈજ પર ડાયરેક્ટ લિંક પર ક્લિક કરીને ભરી શકે છે. આ ઓનલાઈન અરજી કરતા પહેલા યોગ્ય પાત્રતા અંગે જાણકારી મેળવી લેવી ખૂબ જરુરી છે.
- આ ભરતી માટે અરજી કરવા માટે સૌથી પહેલા આધિકારીક વેબસાઈટ પર જાઓ.
- વેબસાઈટના હોમ પેઈજ પર તમારે APPLY ONLINE APPLICATION - Last Date 22 May પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે સૂચનાઓ વાંચ્યા બાદ એપ્લાય નાઉ લિંક પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમે અહીં તમારી તમામ ડિટેઈલ ભર્યા બાદ ફોર્મને સબમિટ કરી દો.
- અંતમાં ઉમેદવારોએ જે ફિ છે તેને જમા કરવાની રહેશે અને ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી તેને પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે.
આ ભરતીમાં અરજી કરવાની સાથે ઉમેદવારોએ નિર્ધારિત ફિ જમા કરવાની રહેશે. ત્યારે જ તમારુ ફોર્મ સ્વીકારમાં આવશે. આ ભરતી પ્રક્રિયા માટે 350 રુપિયા ફિ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો આ ફિ ચૂકવણી કરી પોતાનું ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
યોગ્ય લાયકાત અને પાત્રતા
એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ પદ પર અરજી માટે ઉમેદવારોએ પાસે કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડ સંસ્થામાંથી 10+2 પાસ હોવું જરુરી છે અથવા તેના ઉપરની કોઈપણ લાયકાત હોવી જરુરી છે. આ સાથે જ આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારની ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ પદ માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું જરુરી છે. ત્યારબાદ જ આ પદ માટે અરજી કરો.
એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ પદ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અરજી કરવાની અંતિમ તારીખ 22મે 2024 રાખવામાં આવી છે. ઉમેદવારો આ તારીખ પહેલા અરજી કરી શકે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI