Gujarat Accident News: રફ્તાર પર બ્રેક ક્યારે?
મોરબીના નેક્સસ સિનેમા સામે રફ્તારનો કહેર જોવા મળી રહ્યો છે.. કાર ચાલકે રોડ ક્રોસ કરતા દંપતિને ટક્કર મારતા ઘટનાસ્થળે જ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું.. કિશનભાઈ તેમના પત્ની ચાંદનીબેન સાથે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે જ પુરપાટ ઝડપેલા આવેલ કાર ચાલકે બંન્નેને અડફેટે લીધા હતા. કાર ચાલકની ટક્કરે ચાંદનીબેનને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે કિશનભાઈ પણ ઈજાગ્રસ્ત થયા હતા. હાલ તો સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે
છેલ્લા ત્રણ દિવસમાં રફ્તારના કહેરની બે ઘટના બની. જેમાં મોરબી જિલ્લાના ટંકારામાં વીરપર પાસે ફૂલ સ્પીડમાં કાર આવી રહી હતી. ત્યારે અચાનક અન્ય એક કારે રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો. આ સમયે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ. જેના CCTV પણ સામે આવ્યા. અકસ્માતમાં બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો. જો કે કારમાં સવાર લોકોને સામાન્ય ઈજા પહોંચી. તો આ તરફ જામનગરમાં હીટ એન્ડ રનની ઘટના બની. ખોડિયાર કોલોની વિસ્તારમાં રસ્તો ક્રોસ કરતા યુવકને કારે ટક્કર મારી. જેમાં કાર ચાલકે અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં 5 ડિસેમ્બરે બનેલી ઘટનાના CCTV સામે આવ્યા જેમાં ગુલાબ ટાવર નજીક થાર ચાલક નબીરાએ મોપેડ પર જતી બે મહિલાને ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે બંન્ને મહિલાઓ રસ્તા પર 20 ફુટ દુર સુધી પટકાઈ. જો કે કારના નંબરના આધારે પોલીસે ઘાટલોડીયાના રત્નદીપ ટાવરમાં રહેતા ઋષિલ શાહ નામના નબીરાની ધરપકડ કરી છે..