Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?
મહેસાણાની ઉંઝા APMC. 14 ડિરેક્ટરોની 16 ડિસેમ્બરે ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ત્યારે ચૂંટણીને લઈને ભાજપ અંદરોઅંદર ખેંચતાણ બહાર આવી છે. ઊંઝા એપીએમસીમાં ખેડુત વિભાગમાં ઉમેદવારી નોંધાવેલ ઊંઝા એપીએમસીના પૂર્વ વાઈસ ચેરમેન અરવિંદ પટેલને ભાજપે મેન્ડેટ ન આપતા તેઓ નારાજ થયા અને મહેસાણા જીલ્લા ભાજપ વ્યાપારસેલના સંયોજક તરીકે રાજીનામું આપ્યું. નારાજગી પાછળનું કારણ તેમણે વ્યક્ત કર્યું કે, સાંસદ હરીભાઈ. ધારાસભ્ય કિરીટભાઈ. અને પૂર્વ મંત્રી નારણભાઈએ અંદરોઅંદર મેન્ડેડ વેચી લીધા. 30-30 વર્ષથી જે કાર્યકરો કામ કરતા હતા તે કાર્યકરોની સંપૂર્ણ અવગણના થઈ. આ લોકોએ પોતાના અંગત લોકોને મેન્ડેટ આપી દીધા. અને જેમણે પાર્ટી માટે અનેક કાર્યકર્તાઓએ કામ કર્યા તેમની અવગણના થઈ. નારણભાઈએ પહેલા તેમના પુત્રને ચેરમેન બનાવ્યા અને હવે પૌત્રને ચેરમેન બનાવવા માંગે છે. જેને લઈને કાર્યકરોમાં નારાજગી છે...પાર્ટીએ નેતાઓનું સાંભળ્યું કાર્યકરોનું ન સાંભળ્યું. તો બીજી તરફ ધારાસભ્ય કિરીટ પટેલનું કહેવું છે કે, નારાજગી હોઈ શકે પણ ભાજપને જીતાડવા માટે ઘીના ઠામમાં ઘી ઠરી જશે....