Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી
આ દરમિયાન 39 મંત્રીઓએ શપથ લીધા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટનું વિસ્તરણ વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી ત્રણ અઠવાડિયા કરતાં વધુ સમય બાદ કરવામાં આવ્યું હતું.
Maharashtra Cabinet Expansion : મહારાષ્ટ્રના નાગપુરમાં રવિવારે મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ફડણવીસ સરકારના કેબિનેટ વિસ્તરણ પ્રસંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સાથે નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર પણ હાજર હતા. આ દરમિયાન 39 મંત્રીઓએ શપથ લીધા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટનું વિસ્તરણ વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી ત્રણ અઠવાડિયા કરતાં વધુ સમય બાદ કરવામાં આવ્યું હતું. તેમના મતવિસ્તાર નાગપુરમાં આયોજિત કાર્યક્રમમાં ઘણા મંત્રીઓએ શપથ લીધા. મહારાષ્ટ્રમાં વધુમાં વધુ 43 મંત્રીઓ હોઈ શકે છે.
મહારાષ્ટ્રમાં કુલ 39 મંત્રીઓ
ફડણવીસ સરકારના કુલ 39 મંત્રીઓમાંથી ભાજપના 19 ધારાસભ્યો, શિવસેનાના 11 અને NCPના 9 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. ભાજપના 16 ધારાસભ્યોને કેબિનેટ મંત્રી અને 3 ધારાસભ્યોને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સાથે શિવસેનાના નવ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે અને બે રાજ્યમંત્રી છે. NCP ક્વોટામાંથી 8 કેબિનેટ મંત્રી અને એક રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.
અહીં જુઓ મંત્રીઓની સંપૂર્ણ યાદી
મંત્રીનું નામ | પાર્ટી | કેબિનેટ મંત્રી/ રાજ્યમંત્રી |
ચંદ્રશેખર બાવનકુલે | ભાજપ | કેબિનેટ |
રાધાકૃષ્ણ વિખે પાટીલ | ભાજપ | કેબિનેટ |
હસન મુશ્રીફ | એનસીપી | કેબિનેટ |
ધનંજય મુંડે | એનસીપી | કેબિનેટ |
ચંદ્રકાંત પાટીલ | ભાજપ | કેબિનેટ |
ગિરિશ મહાજન | ભાજપ | કેબિનેટ |
ગુલાબરાવ પાટીલ | શિવસેના | કેબિનેટ |
ગણેશ નાઈક | ભાજપ | કેબિનેટ |
મંગલ પ્રભાત લોઢા | ભાજપ | કેબિનેટ |
દાદાજી ભુસે | શિવસેના | કેબિનેટ |
સંજય રાઠોડ | શિવસેના | કેબિનેટ |
ઉદય સામંત | શિવસેના | કેબિનેટ |
જયકુમાર રાવલ | ભાજપ | કેબિનેટ |
પંકજા મુંડે | ભાજપ | કેબિનેટ |
અતુલ સાવે | ભાજપ | કેબિનેટ |
અશોક ઉઈકે | ભાજપ | કેબિનેટ |
શંભુરાજે દેસાઈ | શિવસેના | કેબિનેટ |
આશીષ સેલાર | ભાજપ | કેબિનેટ |
દત્તાત્રેય વિઠોબા ભરણે | એનસીપી | કેબિનેટ |
અદિતી સુનિલ તટકરે | એનસીપી | કેબિનેટ |
શિવેંદ્ર રાજે ભોસલે | ભાજપ | કેબિનેટ |
માણિકરાવ કોકાટે | એનસીપી | કેબિનેટ |
જયકુમાર ગોરે | ભાજપ | કેબિનેટ |
નરહરી સીતારામ જિરવાલ | એનસીપી | કેબિનેટ |
સંજય સાવકારે | ભાજપ | કેબિનેટ |
સંજય સિરસાટ | શિવસેના | કેબિનેટ |
પ્રતાપ સરનાઈક | શિવસેના | કેબિનેટ |
ભરત ગોગાવલે | શિવસેના | કેબિનેટ |
મકરંદ જાદવ | એનસીપી | કેબિનેટ |
નિતેશ રાણે | ભાજપ | કેબિનેટ |
આકાશ ફુંડકર | ભાજપ | કેબિનેટ |
બાબાસાહેબ પાટીલ | એનસીપી | કેબિનેટ |
પ્રકાશ આંબેડકર | શિવસેના | કેબિનેટ |
માધુરી મિસાલ | ભાજપ | રાજ્યમંત્રી |
આશીષ જાયસવાલ | શિવસેના | રાજ્યમંત્રી |
ડૉ પંકજ ભોયર | ભાજપ | રાજ્યમંત્રી |
મેધના બોર્ડિકર સાકોરે | ભાજપ | રાજ્યમંત્રી |
ઈંદ્રનીલ નાઈક | એનસીપી | રાજ્યમંત્રી |
યોગેશ કદમ | શિવસેના | રાજ્યમંત્રી |