(Source: ECI/ABP News/ABP Majha)
IIT Bombay Placement News: IIT બોમ્બેના સ્ટુડન્ટ્સને મળી રેકોર્ડ પ્લેસમેંટ ઓફર, જૂના તમામ રેકોર્ડ તૂટ્યા
IIT બોમ્બેના કહેવા મુજબ, સંસ્થાને 1723 નોકરીની ઓફર મળી હતી, જેમાંથી 1382 સ્વીકારવામાં આવી છે.
IIT Bombay Job Placement Offer 2021 : IIT સ્નાતકો પ્રત્યે ભારતીય અને વિદેશી કંપનીઓનું આકર્ષણ અકબંધ છે. તેનું ઉદાહરણ IIT બોમ્બેની રેકોર્ડ પ્લેસમેન્ટ ઓફરમાં જોવા મળ્યું છે. ઘણા સ્નાતકોએ જાણીતી દેશી અને વિદેશી કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાના પેકેજ મેળવ્યા છે. તેમાંથી સૌથી મોટી ઓફર રૂ. 2.1 કરોડની છે.
જ્યારે સ્થાનિક પેકેજ રૂ. 1 કરોડનું છે. IIT બોમ્બે દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ તબક્કામાં 1382 નોકરીની ઓફર સ્વીકારવામાં આવી છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ તબક્કો 18 ડિસેમ્બરે પૂર્ણ થયો હતો. આ નોકરીઓ 315 કંપનીઓ તરફથી ઓફર કરવામાં આવી છે, જેમાં પ્રિપ્લેસ ઓફરનો સમાવેશ થાય છે.
IIT બોમ્બેના કહેવા મુજબ, સંસ્થાને 1723 નોકરીની ઓફર મળી હતી, જેમાંથી 1382 સ્વીકારવામાં આવી છે. જ્યારે ગત વર્ષે 1128 દરખાસ્તો મળી હતી જેમાંથી 973 વિદ્યાર્થીઓ દ્વારા સ્વીકારવામાં આવી છે. વર્ષ 2019માં 1319 નોકરીની ઓફર આપવામાં આવી હતી અને તેમાંથી 1172 સ્વીકારવામાં આવી હતી. પરંતુ આ વખતે તમામ રેકોર્ડ તૂટ્યા છે. જો પ્રીપ્લેસમેન્ટ ઓફરની વાત કરીએ તો આ વર્ષે 202 અરજીઓ સ્વીકારવામાં આવી છે.
વર્ષ 2020માં 152 અને 2019માં 113 પ્રીપ્લેસમેન્ટ અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી સેક્ટરમાં સૌથી વધુ ઓફર મળી છે. પ્રથમ તબક્કામાં બે PSU કંપનીઓએ IIT સ્નાતકોને આકર્ષક ઓફર પણ આપી છે. બીજા તબક્કામાં પણ ઘણી મોટી સરકારી અને વિદેશી કંપનીઓ પ્લેસમેન્ટ જોબ ઓફર કરી શકે છે.
અગાઉ IIT ચેન્નાઈ (IIT-મદ્રાસ) એ કેમ્પસ પ્લેસમેન્ટ માટે નવો રેકોર્ડ બનાવ્યો હતો. IIT-મદ્રાસ 2021-22 ના શૈક્ષણિક સત્રના પ્રથમ તબક્કામાં, પ્લેસમેન્ટમાં 1085 નોકરીઓ ઓફર કરવામાં આવી હતી. આઈઆઈટી-મદ્રાસ અનુસાર 1500 વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટ માટે નોંધાયેલા હતા. તેમાંથી 1085 વિદ્યાર્થીઓને ઓફર મળી છે. IIT મદ્રાસના કેમ્પસ પ્લેસમેન્ટના પ્રથમ તબક્કામાં 73% નોકરીઓ મળી છે. જે IIT-મદ્રાસના કેમ્પસ પ્લેસમેન્ટનો સૌથી મોટો રેકોર્ડ છે. Microsoft, Intel, Accenture, L&T, Deloitte, ICICI જેવી કંપનીઓએ પ્રથમ પેજ પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો.
Education Loan Information:
Calculate Education Loan EMI