ગુજરાતમાં અંગ્રેજી શિક્ષણને લઈને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત
ગુજરાતમાં અંગ્રેજી શિક્ષણને લઈને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે. નવા સત્રથી ધોરણ 1 થી 3માં ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. ધોરણ 1 અને 2માં મૌખિક અને 3માં પુસ્તક હશે.
અમદાવાદ: ગુજરાતમાં અંગ્રેજી શિક્ષણને લઈને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે. નવા સત્રથી ધોરણ 1 થી 3માં ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. ધોરણ 1 અને 2માં મૌખિક અને 3માં પુસ્તક હશે. વિદ્યાર્થીઓને શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી શીખવાડવામાં આવશે. બાળકની નાની ઉમંર હોય ત્યારે તેની યાદ શક્તિ સારી હોય છે જેથી તે વધુ સારી રીતે શીખી શકે છે. તેથી જ નાનપણથી જ બાળકોને અંગ્રેજીનું જ્ઞાન આપવામાં આવશે.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ મંત્રીએ બીજુ પણ આહવાન કર્યું છે. કોરોનામાં થયેલ લર્નિંગ લોસ ઘટાડવા પ્રયાસ કરવા આ આહવાન કરવામાં આવ્યું છે. નબળા બાળકોને સ્કૂલમાં જે તે વિષય ભણાવાશે. ગ્રીષ્મોત્સવની માફક શરદોત્સવ પણ ઉજવાશે. વેકેશનમાં વિદ્યાર્થીઓને અલગ-અલગ પ્રવૃત્તિઓમાં સાંકળવામાં આવશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી છે.
એવું તે શું થયું કે, હર્ષ સંઘવી વિફ્યા, મહિલાઓને હાથમાં લાકડી લેવાની કરી દીધી વાત
સુરત: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતના સુમન આવાસમાં મુલાકાત માટે ગયા હતા ત્યારે ગંદકી જોઈ તેઓ નારાજ થયા હતા. નોંધનિય છે કે, સુમન આવાસમાં રહેતી મહિલાઓએ ગૃહમંત્રીને ફરિયાદ કરી કે અહીં પુરુષો પાન મસાલા ખાઈને ગંદકી કરે છે. જેના જવાબમાં હર્ષ સંઘવીએ મહિલાઓને કીધું હાથમાં લાકડી લઈને બેસો કોઈ માવાની પિચકારીથી બિલ્ડીંગ અને લિફ્ટમાં ગંદકી કરશે નહીં. મહિલાઓએ હર્ષ સંઘવીને આવાસના પુરુષો દ્વારા કરવામાં આવતી ગંદકી અંગે ફરિયાદ કરતા હર્ષ સંઘવીએ કાર્યવાહી માટે અશ્વાસન આપતા કહ્યું કે કોઈ તમને હેરાન કરે તો પોલીસ ફરિયાદ કરો. આવાસમાં ગાર્ડનની જગ્યાએ લોકો વાહનો પાર્ક કરાતા પણ હર્ષ સંઘવી વિફર્યા હતા. આ ઉપરાંત ગાર્ડનને વ્યવસ્થિત બનાવવા 5 લાખ રૂપિયાની તાત્કાલિક ગ્રાન્ડ પણ આપી હતી.
રાજકોટમાં ડોર બેલ વગાડવા જેવી સામાન્ય બાબતે આધેડની હત્યા
રંગીલા રાજકોટમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. અહીં ડોર બેલ વગાડવા જેવી સામાન્ય બાબતે 70 વર્ષીય વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી છે. જામનગર રોડ પર નાગેશ્વરમાં આવેલ અરિહંત એપાર્ટમેન્ટ પાસે આ હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગત સાંજે 70 વર્ષીય કિરીટ ભાઈ શાહ અરિહંત એપાર્ટમેન્ટમાં રહેતા અભય ઉર્ફે મોન્ટુ વ્યાસના ઘરે બુક લેવા ગયા હતા. અભયના એપાર્ટમેન્ટનું ડોર બેલ વગાડતા તેણે દરવાજો ખોલ્યો ન હતો.
ત્યાર બાદ વૃદ્ધ ત્યાંથી નીકળી પોતાના એપાર્ટમેન્ટ તરફ જતા હતા તે દરમ્યાન "તે મારી ડોર બેલ કેમ વગાડી ને મારી નીંદર બગાડી " કહી અભય વ્યાસે વૃદ્ધ પર હુમલો કરી દીધો હતો. બોથડ પદાર્થ વડે હુમલો કરતા કિરીટ શાહ ઘાયલ થયા હતા અને તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. આ હત્યાની જાણ પોલીસને કરવામં આવતા ગાંધીગ્રામ પોલીસે આરોપી અભયને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે. જો કે સામે આવેલી વિગતો અનુસાર આરોપી અગાઉ પણ હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
Education Loan Information:
Calculate Education Loan EMI