(Source: ECI/ABP News/ABP Majha)
ભારતીય સૈન્યમાં ઓફિસર બનવાની શાનદાર તક, પરીક્ષા વિના થશે પસંદગી
જો તમે ઈન્ડિયન આર્મીમાં ઓફિસર બનવા ઈચ્છો છો અને નવી તકો શોધી રહ્યા છો, તો આ તમારા માટે સારી માહિતી છે
Indian Army AFMS MO Recruitment 2024: જો તમે ઈન્ડિયન આર્મીમાં ઓફિસર બનવા ઈચ્છો છો અને નવી તકો શોધી રહ્યા છો, તો આ તમારા માટે સારી માહિતી છે. તાજેતરમાં આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ (AFMS) માં શોર્ટ સર્વિસ કમિશન્ડ મેડિકલ ઓફિસરની 450 જગ્યાઓ માટે ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે સ્ત્રી અને પુરૂષો બંને અરજી કરી શકે છે. જ્યારે ઉમેદવારો આ ખાલી જગ્યા માટે 4 ઓગસ્ટ 2024 સુધી અરજી કરી શકે છે.
ક્ષમતા
મેડિકલ ક્ષેત્રના યુવાનો જેઓ આર્મીમાં ઓફિસર બનવા માંગે છે તેઓ 16 જૂલાઈથી આ ભરતી માટે અરજી કરી શકે છે. આ ભરતીમાં 450 ખાલી જગ્યાઓમાંથી 112 જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે અનામત છે. અન્ય 338 પોસ્ટ પર પુરૂષ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
વય મર્યાદા
આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર વિશે વાત કરીએ તો 31 ડિસેમ્બર 2024ના રોજ MBBS ડિગ્રી ધારક માટે ઉમેદવારની ઉંમર 30 વર્ષથી ઓછી હોવી જોઈએ. તેનો અર્થ એ કે ઉમેદવારોનો જન્મ 02 જાન્યુઆરી, 1995 ના રોજ અથવા તે પછી થયો હોવો જોઈએ. જ્યારે અનુસ્નાતક ડિગ્રી ધારક માટે મહત્તમ વય 35 વર્ષથી ઓછી હોવી જોઈએ. એટલે કે આ ઉમેદવારોનો જન્મ 2 જાન્યુઆરી, 1990ના રોજ અથવા તે પછી થયો હોવો જોઈએ.
પસંદગી કેવી રીતે થશે?
આ પોસ્ટ્સ પરના ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા વિના સીધા ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. અંદાજિત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં દિલ્હીમાં ઇન્ટરવ્યુ યોજાશે. ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવશે. આ સમય દરમિયાન, ઉમેદવારોએ તેમના તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજોની નકલો પણ લાવવાની રહેશે. ઇન્ટરવ્યૂમાં પસંદ કરાયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ તપાસ માટે બોલાવવામાં આવશે. ભરતી સંબંધિત કોઈપણ અન્ય માહિતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI