JEE Main 2024: JEE Main સેશન-1 પરીક્ષાની Answer Key કરાઇ રીલિઝ, એક ક્લિકમાં અહીંથી કરો ડાઉનલોડ
JEE Main Answer Key 2024 Download:હવે ઉમેદવારોએ આન્સર કી પર આપેલા જવાબો કાળજીપૂર્વક તપાસવાના રહેશે
JEE Main Answer Key 2024 Download: નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA એ JEE Main સેશન-1 પરીક્ષાની આન્સર કી બહાર પાડી છે. આ સાથે આન્સર કી ડાઉનલોડ કરવાની લિંક સત્તાવાર વેબસાઇટ jeemain.nta.ac.in પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત NTA એ રેકોર્ડ કરેલા જવાબો સાથેના પ્રશ્નપત્રો પણ બહાર પાડ્યા છે. અહી સેશન 1 આન્સર કી ડાઉનલોડ કરવાની લિંક આપવામાં આવી છે.
નોંધનીય છે કે હાલમાં પરીક્ષા માટેની પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવી છે. હવે ઉમેદવારોએ આન્સર કી પર આપેલા જવાબો કાળજીપૂર્વક તપાસવાના રહેશે અને જો તેમને કોઈ જવાબ સામે કોઈ વાંધો હશે તો તેમણે તેને પડકારવો પડશે. આ માટે ઉમેદવારો પાસે 8મી ફેબ્રુઆરીના રોજ રાત્રે 11 વાગ્યા સુધીનો સમય છે. ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલ પડકારોનો અભ્યાસ કર્યા પછી અંતિમ આન્સર કી અને પરિણામો જાહેર કરવામાં આવશે.
ફી ભરવાની રહેશે
આન્સર કી ને ચેલેન્જ કરવા માટેની લિંક સત્તાવાર વેબસાઇટ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પરંતુ ચેલેન્જ કરવા માટે પ્રત્યેક સવાલ પર 200 રૂપિયાની ફી પણ ચૂકવવી પડશે. JEE મેઇન સેશન-2 માટે ઓનલાઈન અરજીઓ પણ શરૂ થઈ ગઈ છે. જેના માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 2 માર્ચ સુધી ચાલુ રહેશે. જ્યારે સેશન-2 ની પરીક્ષા 4 એપ્રિલથી 15 એપ્રિલની વચ્ચે લેવામાં આવશે.
JEE Main Answer Key 2024 ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
NTAએ પરીક્ષાના કાર્યક્રમમાં કર્યો ફેરફાર
નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન 2024 સેશન ટૂની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. નવા સમયપત્રક મુજબ હવે પરીક્ષા 4 એપ્રિલથી 15 એપ્રિલ 2024 વચ્ચે યોજાશે. અગાઉ પરીક્ષાઓ 1 એપ્રિલથી 15 એપ્રિલ 2024 વચ્ચે યોજાવાની હતી. હવે ચાર દિવસ બાદ પરીક્ષાઓ શરૂ થશે. NTAએ આ અંગે સત્તાવાર વેબસાઇટ પર નોટિસ જાહેર કરી છે. આ જોવા માટે તમે સત્તાવાર વેબસાઇટ પર જઈ શકો છો, જેનું એડ્રેસ છે- jeemain.nta.ac.in.
JEE મેન્સ 2024 સેશન ટૂની જરૂરી તારીખો નીચે મુજબ છે
રજિસ્ટ્રેશન શરૂ થવાની તારીખ- 2 ફેબ્રુઆરી 2024
રજિસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ- 2 માર્ચ 2024 (રાત્રે 11.50 વાગ્યા સુધી)
એક્ઝામ સિટી સ્લિપ રિલીઝ થવાની તારીખ- માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહ સુધી
એડમિટ કાર્ડ રિલીઝ થવાની તારીખ - પરીક્ષાના ત્રણ દિવસ પહેલા
પરીક્ષાની તારીખ - 4 એપ્રિલથી 15 એપ્રિલ 2024
રિઝલ્ટની તારીખ - 25 એપ્રિલ 2024
રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે
નોંધનીય છે કે જેઇઇ મેઇન્સ 2024 સેશન ટૂ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ફોર્મ ભરી શકે છે. આ માટે તમે ઉપરોક્ત વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો. અહીંથી તમામ વિગતો અને અપડેટ જાણવા મળશે અને અરજી પણ કરી શકાશે.
Education Loan Information:
Calculate Education Loan EMI