(Source: ECI/ABP News/ABP Majha)
BSNLમાં નોકરી મેળવવાનો બેસ્ટ મોકો, કઇ રીતે કરશો એપ્લાય ને શું છે સિલેક્શન પ્રૉસેસ ? જાણો અહીં....
ભારતીય સંચાર નિગમ લિમીટેડમાં બહાર પડેલા એપ્રેન્ટિસ પદો પર અરજી આજથી એટલે કે 24 માર્ચથી શરૂ થઇ ગઇ છે,
BSNL Recruitment 2023: નેશનલ એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ સ્કીમમે બીએસએનએલ હરિયાણા એપ્રેન્ટિસ રિક્રૂટમેન્ટ 2023 ની નૉટિસ પ્રકાશિત કરી દીધી છે. આ ભરતીઓ હરિયાણા સર્કલ માટે છે. તે કેન્ડિડેટ્સ જે આ પદો માટે એપ્લાય કરવા માંગે છે, તે બીએસએનએલ હરિયાણાની અધિકારિક વેબસાઇટ પર જઇને ફૉર્મ ભરી શકે છે. આવું કરવા માટે ભારતીય સંચાર નિગમ લિમીટેડની ઓફિશિયલ વેબસાઇટનું એડ્રેસ છે – portal.mhrdnats.gov.in. નૉટિસમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર, ભારતીય સંચાર નિગમ લિમીટેડ હરિયાણા ટેલિકૉમ સર્કલે એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ માટે 40 પદો પર ભરતી બહાર પાડી છે. આની નિયુક્તિ એક વર્ષના પીરિયડ માટે હશે.
અહીં જુઓ જરૂરી તારીખો -
ભારતીય સંચાર નિગમ લિમીટેડમાં બહાર પડેલા એપ્રેન્ટિસ પદો પર અરજી આજથી એટલે કે 24 માર્ચથી શરૂ થઇ ગઇ છે, અને આના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2023 છે. ઇચ્છુક ઉમેદવાર અંતિમ તારીખ પહેલા બતાવવામાં આવેલા ફૉર્મેટમાં ફૉર્મ ભરી દે. એ પણ જાણી લે કે આ પદ માટે માત્ર ઓનલાઇન એપ્લાય કરી શકાય છે. કોઇપણ બીજા માધ્યમથી કરવામાં આવેલી અરજી સ્વીકારવામાં નહીં આવે.
કઇ રીતે થશે સિલેક્શન -
બીએસએનએલ હરિયાણાના એપ્રેન્ટિસ પદ પર કેન્ડિડેટ્સનું સિલેક્શન સર્ટિફિકેટ અને ડૉક્યૂમેન્ટ વેરિફિકેશનના બેસીસ પર થશે, આનું આયોજન 26 એપ્રિલ, 2023 ના દિવસ કરવામાં આવશે. લેટેસ્ટ અપડેટ્સ માટે સમય સમય પર અધિકારિક વેબસાઇટ ચેક કરતા રહો. લિસ્ટની જાહેરાત મે, 2023ના પહેલા અઠવાડિયામાં થઇ જશે. આની તારીખ હજુ નક્કી નથી થઇ શકી, પરંતુ haryana.bsnl.co.in થી હજુ જાણકારી મેળવી શકો છો.
કોણ કરી શકે છે એપ્લાય -
પાત્રતા સંબંધી ડિટેલ જોવા માટે અધિકારિક વેબસાઇટ પર આપવામા આવેલી નૉટિસ ચેક કરી શકો છો. ખાસ કરીને કોઇપણ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યૂએશન કરેલા ઉમેદવારો કે ડિપ્લોપા હૉલ્ડર અરજી કરી શકે છે. આ ગ્રેજ્યૂએટ ટેકનિકલ કે નૉન ટેકનિકલ ગમે તે હોઇ શકે છે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો આ પદો માટે 25 વર્ષ સુધીના કેન્ડિડેટ્સ અરજીના પાત્ર છે. અનામત કેટેગરીને સરકારી નિયમો અનુસાર ઉંમર મર્યાદામાં છૂટછાટ મળશે.
કેટલી મળશે સેલેરી -
સિલેક્ટ થવા પર ટેક્નિશિયન એપ્રેન્ટિસ કે ડિપ્લોમા હૉલ્ડર જે કોઇપણ સ્ટ્રીમના છે, તેને 8,000 રૂપિયા સ્ટાઇપેન મળશે, જ્યારે ગ્રેજ્યૂએટ એપ્રેન્ટિસ કે ડિગ્રી એપ્રેન્ટિસ જે કોઇપણ સ્ટ્રીમના હશે તેને 9,000 રૂપિયા સ્ટાઇપેન મળશે.
Education Loan Information:
Calculate Education Loan EMI