શોધખોળ કરો

Aparna Yadav Education: મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવ આટલું છે ભણેલી, ઠુમરી કળામાં છે નિપુણ

Educational Qualification of Aparna Yadav: અપર્ણા યાદવે બ્રિટનમાં અભ્યાસ કર્યો છે. તેણે ઈન્ટરનેશનલ રિલેશનશિપ એન્ડ પોલિટિક્સમાં માસ્ટર્સ કર્યુ છે.

Educational Qualification of Aparna Yadav: મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવ સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગઈ છે. તેના અભ્યાસ વિશે વાત કરીએ તો, અપર્ણાએ યુકેની માન્ચેસ્ટર યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધો અને રાજકારણમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે. તે સંગીતની ઠુમરી કળામાં પણ નિપુણ છે. એવું માનવામાં આવે છે કે લખનૌ કેન્ટથી ટિકિટ ન મળવાથી તે સપા પ્રમુખ અખિલેશ યાદવથી નારાજ હતી. આથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

ઠુમરીમાં નિપુણતા

અપર્ણાએ લખનૌની લોરેટો કોન્વેન્ટ ઈન્ટરમીડિયેટ કોલેજમાં અભ્યાસ કર્યો છે. તેણીનું શાળાકીય શિક્ષણ વર્ષ 2007 માં પૂર્ણ થયું, ત્યારબાદ અપર્ણાએ લખનૌ યુનિવર્સિટીમાંથી રાજનીતિ વિજ્ઞાન, આધુનિક ઇતિહાસ અને અંગ્રેજીમાં સ્નાતક થયા. બાદમાં માન્ચેસ્ટર યુનિવર્સિટી, યુકેમાં આંતરરાષ્ટ્રીય સંબંધો અને રાજકારણમાં અનુસ્નાતક કર્યું. અપર્ણાએ ભાતખંડે મ્યુઝિક યુનિવર્સિટીમાંથી ઠુમરીની કળામાં નિપુણતા પ્રાપ્ત કરી છે. તેમણે સમાજવાદી પાર્ટી માટે એક ખાસ ગીત પણ કમ્પોઝ કર્યું હતું.  

પાંચ વર્ષમાં પારિવારિક ઝઘડાઓ ઉકેલાતા ન જોઈને અપર્ણાએ અલગ રસ્તો અપનાવ્યો. રાજકીય રીતે મહત્વાકાંક્ષી અપર્ણા યાદવે વર્ષ 2017માં લખનૌ કેન્ટ વિધાનસભા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ તે જીતી શકી ન હતી. તે ઈચ્છતી હતી કે તે પાર્ટીમાં સક્રિય ભૂમિકા ભજવે. પરંતુ એવું ન થયું અને તેમણે સમાજવાદી પાર્ટી છોડી દીધી. બુધવારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય વગેરે જેવા નેતાઓની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. 

કોણ છે અપર્ણા યાદવ

અર્પણા યાદવ મુલાયમ સિંહ યાદવના બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે. પ્રતીક અને અપર્ણા વર્ષો સુધી પ્રેમ સંબંધમાં રહ્યા અને 2011માં તેઓએ લગ્ન કરી લીધા હતા. અપર્ણા  યાદવને યોગી સરકારે વાય કેટેગરીની સુરક્ષા આપી છે. અપર્ણાના પિતાનું નામ અરવિંદ સિંહ બિષ્ટ છે. તેની માતાનું નામ અંબી બિષ્ટ છે. ચૂંટણી સોગંદનામા મુજબ તેમની સામે કોઈપણ પ્રકારનો કોઈ ગુનો નોંધાયેલ નથી.  અપર્ણાએ અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે મુલાકાત કરી હતી ત્યારે જ તેમના ભાજપમાં જોડાવાના સંકેતો મળી ગયા હતા. અપર્ણા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ અવાર નવાર વખાણ પણ કરી ચુક્યા છે.  

અપર્ણા યાદવ 2017માં લખનઉની કેંટ સીટથી ચૂંટણી લડ્યા હતા. જોકે સમાજવાદી પાર્ટીના ઉમેદવાક બીજેપીના ઉમેદવાર રીટા બહુગુણા જોશી સામે હારી ગયા હતા. અપર્ણાને આશરે 63 હજાર વોટ મળ્યા હતા. રીટા બહુગુણા જોશી સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી થઈ હતી અને 2019માં પેટા ચૂંટણીમાં ભાજપના સુરેશ ચંદ તિવારી ધારાસભ્ય બન્યા હતા.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Embed widget