શોધખોળ કરો

ગુજરાતમાં કયા વિષયના કેટલા શિક્ષકની કરાશે ભરતી, જાણો સરકારે શું કરી જાહેરાત

રાજ્યની કોલેજોમાં વિવિધ ૪૪ જેટલા વિષયો માટે ૯ર૭ અધ્યાપક સહાયકો સેવાઓ આ ભરતી પૂર્ણ થતાં મળતી થશે.

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક બહુ મોટો નિર્ણય લઈને રાજ્યની શાળા અને કોલેજોમાં 6616 શિક્ષકો અને અધ્યાપકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિહં ચુડાસમાએ આ જાહેરાત કરી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતાં કહ્યું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં શિક્ષકોની ભરતીનું અભિયાન  શરૂ કરશે અને કુલ મળી 6616 શિક્ષણ સહાયકો અને અધ્યાપક સહાયકોની ભરતી થશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આગામી સમય માં મોટી સંખ્યામાં ભરતી પ્રક્રિયા કરવા જઈ રહી છે. આ પૈકી કોલેજમાં અધ્યાપક સહાયકની જગાઓ પર 927ની ભરતી કરાશે જ્યારે અનુદાનિત માધ્યમિક વિભાગમાં શિક્ષક સહાયકના જગાઓ પર 2307ની ભરતી કરાશે. આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 3382 શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે. કોલેજ, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 6616ની ભરતી પ્રક્રિયા શરૂ કરવાની તેમણે જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અન્ય ધોરણો ખોલવા માટે સરકાર યોગ્ય સમયે વિચારશે. ધોરણ 10 અને 12 ની જેમ અન્ય ધોરણો શરૂ કરવામાં આવશે. તબક્કાવાર શાળાઓ પરિસ્થિતિને ધ્યાને રાખી શરૂ કરવામાં આવશે. ટૂંક સમયમાં બોર્ડ પરીક્ષાઓનાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવશે. રાજ્યની કોલેજોમાં વિવિધ ૪૪ જેટલા વિષયો માટે ૯ર૭ અધ્યાપક સહાયકો સેવાઓ આ ભરતી પૂર્ણ થતાં મળતી થશે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, અધ્યાપક સહાયકોની આ ભરતી માટે તા.ર૦ જાન્યુઆરી-ર૦ર૧ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમજ ભરતીની વધુ વિગતો www.rascheguj.in વેબસાઇટ પરથી ઉપલબ્ધ બની રહેશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહએ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જે ૩૩૮૨ શિક્ષણ સહાયકોની ભરતી થવાની છે તેની વિગતો આપતાં કહ્યું કે અંગ્રેજી વિષય માટે ૬ર૪, એકાઉન્ટ એન્ડ કોમર્સ વિષય માટે ૪૪૬, સોશિયોલોજી વિષય માટે ૩૩૪, ઇકોનોમિકસ વિષય માટે ર૭૬, ગુજરાતી વિષય માટે રપ૪ તેમજ અન્ય વિષયોના શિક્ષણ સહાયકોની ભરતી થશે.          તે જ પ્રમાણે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ૧૦૩૭, અંગ્રેજી વિષય માટે ૪૪ર, સામાજિક વિજ્ઞાન વિષય માટે ર૮૯, ગુજરાતી વિષય માટે ર૩૪ તેમજ અન્ય વિષયો માટેની મળી કુલ ૨૩૦૭ શિક્ષણ સહાયકોની ભરતી કરાશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget