શોધખોળ કરો

NEET UG 2024: ગુજરાતના 85000 સહિત દેશના 24 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET UG, નિષ્ણાંતોએ આપી સલાહ

NEET UG 2024: અમદાવાદ શહેરમાં 21 કેન્દ્રો પર પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે

NEET UG 2024: મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ UG (NEET UG) પરીક્ષા 5 મેના રોજ દેશભરમાં લેવાશે. દેશની 706 મેડિકલ, 323 BDS સહિતની કોલેજોમાં 2.10 લાખથી વધુ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે ગુજરાતના 85,000 સહિત દેશભરમાંથી 24 લાખથી વધુ વિદ્યાર્થીઓ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત NEET UG પરીક્ષામાં બેસશે.

બપોરે 1.30 વાગ્યા પછી પ્રવેશ આપવામાં આવશે નહીં

અમદાવાદ શહેરમાં 21 કેન્દ્રો પર પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. જેમાં અમદાવાદના 9,000 થી વધુ વિદ્યાર્થીઓ સહિત ગુજરાતના 85,000 વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપશે. આ પ્રવેશ પરીક્ષાનો સમય બપોરે 2 થી 5.20 સુધીનો રહેશે. જે માટે વિદ્યાર્થીઓએ 1.30 સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું પડશે. બપોરે 1.30 વાગ્યા પછી પરીક્ષા કેન્દ્રમાં કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

NEET UG ઉમેદવારોને નિષ્ણાતની સલાહ

મેડિકલ, ડેન્ટલ, આયુષ, વેટરનરી ક્ષેત્રોમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે દેશમાં વર્ષમાં એકવાર UG NEETનું આયોજન કરવામાં આવે છે. NEET UG નિષ્ણાત ઉમેશ ગુર્જરે વિદ્યાર્થીઓને સલાહ આપતાં કહ્યું છે કે વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર તેમના પ્રવેશ કાર્ડ, ઓળખ કાર્ડ, ફોટોગ્રાફ સાથે રાખવાનું ભૂલવું જોઈએ નહીં. UG NEET પરીક્ષામાં ખોટા જવાબો પર નેગેટિવ માર્કિંગ હોય છે, તેથી પેપર મળતાની સાથે જ પહેલા સરળ, પછી મધ્યમ અને પછી મુશ્કેલ MCQ ઉકેલો. પરીક્ષાની છેલ્લી ક્ષણે એવા વિષયો પર વધુ ધ્યાન ન આપો કે જેના માટે તૈયારી ન હોય અથવા ઓછી કરી હોય. રિપોર્ટિંગના સમયના બે કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયો. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રમાં પ્રતિબંધિત હોય તેવી કોઈ પણ વસ્તુ લઈ જશો નહીં કારણ કે તે તમારો સમય બગાડે છે.

પરીક્ષા કેન્દ્રમાં શું લઈ શકાય?

ઓરિજનલ આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ, સરકાર દ્વારા વેલિડ આઇડેન્ટિટી પાન કાર્ડ/ડ્રાઈવિંગ લાયસન્સ/વોટર આઈડી/12મા ધોરણનું બોર્ડ એડમિટ કાર્ડ અથવા ઉમેદવારનો ફોટો ધરાવતું રજિસ્ટ્રેશન કાર્ડ/પાસપોર્ટ/ઓરિજિનલ સ્કૂલ આઈડેન્ટિટી કાર્ડ જેમાં પરીક્ષાર્થીનો ફોટો હોવો જોઇએ. આધાર કાર્ડને એનટીએ દ્ધારા પ્રમુખતા આપવામાં આવશે. તેની ફોટોકોપી કોઈપણ સંજોગોમાં માન્ય રહેશે નહીં. આ સિવાય તમારે એક પારદર્શક પાણીની બોટલ સાથે રાખી શકશો અને જો કોઈ દિવ્યાંગ છે તો તમારે તેને સંબંધિત પ્રમાણપત્ર સાથે રાખવું પડશે. તમારી સાથે કોઈપણ પ્રકારનું ઈલેક્ટ્રોનિક ડિવાઇસ, મોબાઈલ ફોન, બ્લૂટૂથ ડિવાઇસ બિલકુલ લાવશો નહીં.

નોંધનીય છે કે NEET UG પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવે છે, જેમાં 180 MCQ પૂછવામાં આવે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં 200 મિનિટનો સમય આપવામાં આવે છે. NEET UG પરીક્ષાનું પરિણામ જૂનમાં જાહેર થશે, ત્યારબાદ કાઉન્સેલિંગ શરૂઆત થશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
Embed widget