NEET UG: સોશિયલ મીડિયા પર ફૂટી રહ્યો છે ઉમેદવારોનો ગુસ્સો, પેપર રદ્દ કરવાની કરાઇ માંગ
ઉમેદવારો સોશિયલ મીડિયા હેન્ડલ પર NTA પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. વિદ્યાર્થીઓ માને છે કે આ વર્ષે NEET પરીક્ષામાં ગેરરીતિઓ થઈ છે.
Allegations on NEET UG 2024: મેડિકલ સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET જેવી મુશ્કેલ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. એવા ઘણા ઓછા વિદ્યાર્થીઓ છે જેઓ ટોચની કોલેજોના કટઓફને ક્લિયર કરી શકે છે. મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છતા ઉમેદવારો આ પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થવાનું સપનું હોય છે, જેના માટે તેઓ દિવસ-રાત મહેનત કરે છે. આ વર્ષે NEET પરિણામ જાહેર થયા પછી ઉમેદવારો નારાજ દેખાય છે.
एकदम नीट & क्लियर है।पेपर लीक हुआ है, धांधली हुई है।
— Dr. B L Bairwa MS, FACS (@Lap_surgeon) June 5, 2024
बच्चों के साथ नाइंसाफ़ी हुई है।@NTA_Exams अपनी नाकामी छुपा रहा है।#Neet_paper_रद्द_करो #NEET_Paper_leak pic.twitter.com/Z9nNvAl9fB
ઉમેદવારો સોશિયલ મીડિયા હેન્ડલ પર NTA પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર #Neet_paper_Cancel_Karo હેશટેગ સાથે સતત પોસ્ટ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં વિદ્યાર્થીઓ માને છે કે આ વર્ષે NEET પરીક્ષામાં ગેરરીતિઓ થઈ છે. એક્સ પર આ હેશટેગ સાથે ટ્વિટનું પૂર આવ્યું છે.
#NEET परीक्षा का परिणाम लोकसभा चुनाव परिणाम वाले दिन आया।
— Siya Choudhary (@Siya7232) June 6, 2024
NEET के रिजल्ट से पता चला 67 स्टूडेंट्स की AIR-1 आयी। उनका एग्जाम एक ही एग्जाम सेंटर पर हुआ है। 🥺✊
NTA अब तक एक पारदर्शी परीक्षा एजेंसी मानी जाती थी लेकिन इसने भी औकात दिखा दी #NEET_परीक्षा_परिणाम #Neet_paper_रद्द_करो pic.twitter.com/P7YV02kisO
NEET પરિણામ જાહેર થયા બાદ જ આ પરીક્ષા અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરિણામોને શંકાના દાયરામાં રાખીને લોકો તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. ટ્વીટ અનુસાર, લોકો કહી રહ્યા છે કે આટલી અઘરી પરીક્ષામાં 67 વિદ્યાર્થીઓ સંપૂર્ણ માર્ક્સ કેવી રીતે મેળવી શકે, જ્યારે આવું પહેલા ક્યારેય બન્યું નથી. આ ઉપરાંત, હરિયાણાના એક જ કેન્દ્રમાંથી 8 ઉમેદવારો એવા છે જેમણે 720 માંથી 720 માર્ક્સ મેળવ્યા છે. મુખ્ય કારણ એ પણ છે કે પરીક્ષા દરમિયાન પટનામાં નકલી ઉમેદવારોની ધરપકડ બાદ પેપર લીક થવાની વાત રજૂ કરાઇ હતી પરંતુ તેમ છતાં પરીક્ષા લેવામાં આવી હતી.
નોંધનીય છે કે પરિણામ જાહેર થાય તે પહેલા જ આ વિરોધ ચાલુ છે, કારણ કે બિહાર પોલીસે NEET પેપર લીક કેસમાં કેટલાક લોકોની ધરપકડ કરી હતી, ત્યારબાદ NEET પરીક્ષા પર સવાલો ઉઠવા લાગ્યા હતા. બિહાર પોલીસે મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે 5 મેના રોજ લેવાયેલી NEET પરીક્ષામાં પેપર લીક થવાના મામલે ચાર પરીક્ષાર્થીઓ અને તેમના પરિવારના સભ્યો સહિત કુલ 13 લોકોની ધરપકડ કરી હતી. ન્યૂઝ એજન્સી અનુસાર, અધિકારીઓએ કહ્યું હતું કે બિહાર પોલીસે NEET UG પ્રશ્ન પેપર લીક કેસમાં આ ધરપકડ કરી છે. આ પછી "પેપર લીક" ની તપાસ બિહાર પોલીસના આર્થિક અપરાધ એકમ (EOU)ને સોંપવામાં આવી હતી.
Education Loan Information:
Calculate Education Loan EMI