NEET UG 2023: NEET UG પરીક્ષા માટે રજીસ્ટ્રેશનની થઇ શરૂઆત, ફીમાં પણ કરાયો વધારો
NEET UG પરીક્ષા 2023 માટે રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ ગઈ છે
NTA Begins Registration For NEET UG 2023: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ 2023 માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવારો NEET UG પરીક્ષા 2023 માટે અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને નિયત ફોર્મેટમાં ફોર્મ ભરી શકે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. અરજી કરવા માટે ઉમેદવારોએ વેબસાઇટ neet.nta.nic.in. ની મુલાકાત લેવી પડશે. આ વખતે NEET પરીક્ષા માટેની અરજી ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
અરજી કરવાની આ છેલ્લી તારીખ છે
NEET UG પરીક્ષા 2023 માટે રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ ગઈ છે અને આ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 06 એપ્રિલ 2023 છે. આ તારીખ પછી એપ્લિકેશન લિંક બંધ થઈ જશે. NEET UG પરીક્ષા 07 મે 2023 ના રોજ લેવામાં આવશે.
આટલી ફી ચૂકવવી પડશે
NEET UG પરીક્ષા માટેની અરજી ફીમાં વધારો કરવામાં આવ્યો છે. આ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને લાગુ પડશે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ હવે 1700 રૂપિયા ફી ભરવાની રહેશે. અને જનરલ-EWS, OBC-NCL ઉમેદવારો માટે ફી રૂપિયા 1600 છે.
SC, ST, PWD અને થર્ડ જેન્ડર ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂ 900 છે. દેશની બહારના તમામ ઉમેદવારો માટે ફી રૂ. 9,500 છે. તમામ અરજદારોએ GST અને પ્રોસેસિંગ ચાર્જ વગેરે અલગથી ચૂકવવાના રહેશે જે ફીથી અલગ હશે.
આ રીતે અરજી કરો
-અરજી કરતા પહેલા NEET UG 2023 ના ઇન્ફોર્મેશન બુલેટિનને યોગ્ય રીતે વાંચો અને બધી માહિતી મેળવ્યા પછી જ અરજી કરવાનું શરૂ કરો.
-નવા ઉમેદવારો આ રીતે અરજી કરી શકે છે. સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે neet.nta.nic.in પર જાવ.
-અહીં હોમપેજ પર કેન્ડિડેન્ટ એક્ટિવિટી ટેબના અંડર NEET UG એપ્લિકેશન લિંક ખોલો.
-આ કર્યા પછી જે પેજ ઓપન થાય છે તેના પર નોંધણી કરો અને લોગિન ક્રેડિશિયલ્સ નાખો.
-હવે અરજી ફોર્મ ભરો, દસ્તાવેજો અપલોડ કરો અને પેમેન્ટ કરો.
-હવે પેજ સબમિટ કરો. કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો અને તેની એક નકલ લઇને તમારી પાસે રાખો.
વિદ્યાર્થીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલ ફોટોગ્રાફની એક નકલ રાખવા અને એપ્લિકેશનનું કન્ફર્મેશન પેજ તેમની પાસે કાળજીપૂર્વક સાચવીને રાખવા.
Education Loan Information:
Calculate Education Loan EMI