(Source: ECI/ABP News/ABP Majha)
Paper Leak: વધુ એક પેપર લીક થતાં પરીક્ષા કરાઈ રદ્દ, જાણો વિગત
Paper Leak: પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. આ કેસમાં એસઓજીએ છ લોકો સામે ગુનો નોંધ્યો છે.
Paper Leak: રાજસ્થાનમાં રીટ પેપર લીકનો મામલો હજુ ઠંડો પડ્યો નથી ત્યાં વધુ એક પેપર લીક થયું. 14 મેના રોજ રાજસ્થાન કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષાનું બીજી શિફ્ટનું પેપર પણ લીક થયું હતું. પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. આ કેસમાં એસઓજીએ છ લોકો સામે ગુનો નોંધ્યો છે.
ક્યાંથી લીક થયું પેપર
રાજસ્થાનના ડીજીપી એમએલ લાથેરે જણાવ્યું કે, જયપુરના જોતવાડા સ્થિત પરીક્ષા કેન્દ્રના સ્ટ્રોંગ રૂમમાંથી પેપર લીક થયું છે. 14 મેના રોજ જોતવાડાની એક ખાનગી શાળામાં કોન્સ્ટેબલની ભરતીની બીજી શિફ્ટની પરીક્ષાનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જે બાદ 14 મેના રોજ યોજાનારી સેકન્ડ શિફ્ટ કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ અલગથી જણાવવામાં આવશે.
2.75 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી
પેપર લીકની માહિતી જયપુરની દિવાકર પબ્લિક સ્કૂલના સેન્ટર સુપરિન્ટેન્ડેન્ટ તરફથી સામે આવી છે. પેપર સમય પહેલા ખોલવામાં આવતા હોવાથી પેપર આઉટ ગણવામાં આવે છે. 14 મેના રોજ લગભગ 2.75 લાખ ઉમેદવારોએ બીજી શિફ્ટમાં પરીક્ષા આપી હતી. હવે 14મી મેના રોજ બીજી શિફ્ટની પરીક્ષા રદ કરીને નવેસરથી પરીક્ષશ્ લેવાશે.
જોતવાડાની એક ખાનગી શાળાનો સ્ક્રીન શોટ વાયરલ થયા બાદ SOG એક્શનમાં આવી ગઈ હતી. આ પછી એસઓજીના એડીજી અશોક રાઠોડ પોતે ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ શરૂ કરી. કેસ સાચો જણાતા એસઓજીએ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. એસઓજી એડીજી અશોક રાઠોડના જણાવ્યા અનુસાર, આ કેસમાં નવ લોકોની ઓળખ કરવામાં આવી છે. પેપર કેવી રીતે બહાર આવ્યું તે અંગે એસઓજી લોકોની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચોઃ
Coronavirus: સ્નિફર ડોગ એરપોર્ટ પર કોવિડના દર્દીઓ શોધશે, રિસર્ચમાં કરવામાં આવ્યો દાવો
Fact Check: 12,500 રૂપિયાની ચુકવણી પર આપી રહી છે 4 કરોડ 62 લાખ ? જાણો શું છે હકીકત
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ
Education Loan Information:
Calculate Education Loan EMI