શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Pariksha Pe Charcha 2023 Live: પરીક્ષા પે ચર્ચા દરમિયાન પીએમ મોદીએ વિદ્યાર્થીઓના માતાપિતાને શું આપી સલાહ ?

Pariksha Pe Charcha 2023: ગયા વર્ષની સરખામણીમાં આ વખતે પીએમ નરેન્દ્ર મોદીના માસ્ટર ક્લાસ માટે રજિસ્ટ્રેશન બમણું થયું છે.

LIVE

Key Events
Pariksha Pe Charcha 2023 Live: પરીક્ષા પે ચર્ચા દરમિયાન પીએમ મોદીએ વિદ્યાર્થીઓના માતાપિતાને શું આપી સલાહ ?

Background

Pariksha Pe Charcha 2023:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાર્ષિક 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરશે.

પરિક્ષા પે ચર્ચામાં પીએમ મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરશે અને પરીક્ષાના તણાવને પહોંચી વળવા માટે મંત્ર આપશે. પીએમ તણાવ અને પરીક્ષાના ડરને હરાવવા અને ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન પરીક્ષાને તહેવારની જેમ ઉજવવા માટેની ટીપ્સ શેર કરે છે.

અંતિમ સમયે બોર્ડની પરીક્ષાની તૈયારી કરવાની આ છે રીત, સારા માર્ક્સ લાવવા અપનાવો આ ટિપ્સ

જેમ જેમ બોર્ડની પરીક્ષાનો સમય નજીક આવે છે તેમ તેમ વિદ્યાર્થીઓનું ટેન્શન પણ વધવા લાગે છે. જો તમે પણ તે વિદ્યાર્થીઓમાંથી એક છો જે આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે, તો પરીક્ષાની તૈયારી માટે અહીં કેટલીક ખાસ ટિપ્સ આપી છે. બોર્ડની પરીક્ષા અને સામાન્ય પરીક્ષાની તૈયારી કરવાની રીતમાં તફાવત છે.

નિષ્ણાતો શું કહે છે

નિષ્ણાતો કહે છે કે બોર્ડની પરીક્ષાની તૈયારીની અલગ પેટર્ન હોવી જોઈએ. બોર્ડની પરીક્ષામાં અભ્યાસનો અવકાશ અન્ય કરતા વધુ છે. બોર્ડ સિવાય બાકીના વર્ગોની પરીક્ષા માટે પરીક્ષાર્થીઓએ તે પુસ્તકોમાંથી જ વાંચવાનું રહેશે જે શાળાઓમાં ભણાવવામાં આવે છે. બોર્ડની શરૂઆતથી જ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના નામે જ ડરવા લાગે છે. નિષ્ણાતોનું કહેવું છે કે વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારના માનસિક દબાણ સાથે બોર્ડની પરીક્ષાની તૈયારી ન કરવી જોઈએ. બાળકોના માતા-પિતાએ પણ તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ.

આ ટિપ્સ ફોલો કરો

  • અહીં આપેલી ટિપ્સની મદદથી વિદ્યાર્થીઓ તેમની બોર્ડની પરીક્ષાઓની તૈયારી વધુ સારી રીતે કરી શકે છે.
  • બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓએ પાછલા વર્ષના પ્રશ્નપત્રો ઉકેલવા જોઈએ. જેથી કરીને પ્રશ્નોની પેટર્ન સારી રીતે જાણી શકાય.
  • વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી એક જ વિષયનો અભ્યાસ કર્યા વિના તમામ વિષયો પર સમાન ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે.
  • અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીઓએ નોંધની મદદથી તૈયારી કરવી જોઈએ. આ રિવિઝનમાં મદદ કરે છે.
  • વિદ્યાર્થીઓએ સેમ્પલ પેપર સોલ્વ કરવામાં મહત્તમ સમય ફાળવવો જોઈએ. જેથી પરીક્ષાની પેટર્નની વધુ સારી રીતે સમજણ મેળવી શકાય.
13:40 PM (IST)  •  27 Jan 2023

પીએમ મોદીએ શિક્ષકને આપી ટિપ્સ

આજે પણ આપણો વિદ્યાર્થી તેના શિક્ષકના શબ્દોને ખૂબ મૂલ્યવાન માને છે. લાકડી વડે અનુશાસનનો માર્ગ પસંદ કરવાને બદલે સ્વભાવનો માર્ગ પસંદ કરવો જોઈએ. જો આપણે આત્મીયતાનો માર્ગ પસંદ કરીશું તો જ ફાયદો થશે.

13:39 PM (IST)  •  27 Jan 2023

શિક્ષકો માટે PMની ટિપ્સ

અમારા શિક્ષકો વિદ્યાર્થીઓ સાથેનો લગાવ જેટલો વધારશે તેટલું સારું રહેશે. જ્યારે કોઈ વિદ્યાર્થી તમને પ્રશ્ન કરે છે, ત્યારે તેનો હેતુ તમારા જ્ઞાનની ચકાસણી કરવાનો નથી. વિદ્યાર્થીની જિજ્ઞાસા તેમની સૌથી મોટી સંપત્તિ છે.

13:39 PM (IST)  •  27 Jan 2023

આપણી પાસે વિશ્વની સૌથી જૂની ભાષા છે - પીએમ મોદી

PM મોદીએ કહ્યું વિશ્વની સૌથી જૂની ભાષા ધરાવનાર દેશને ગર્વ હોવો જોઈએ. યુએનમાં મેં તમિલ ભાષાને લગતી કેટલીક બાબતો જાણીજોઈને કહી કારણ કે હું દુનિયાને બતાવવા માંગતો હતો કે આપણી પાસે વિશ્વની સૌથી જૂની ભાષા છે.

13:38 PM (IST)  •  27 Jan 2023

એક પરીક્ષાને કારણે જીવન સ્ટેશન પર અટકતું નથી - પીએમ મોદી

આપણે દિવસ-રાત સ્પર્ધાની ભાવનામાં જીવીએ છીએ. ચાલો આપણા માટે જીવીએ. તમારામાં જીવો. તમારા પ્રિયજનો પાસેથી શીખીને જીવો. દરેકને શીખવાની જરૂર છે, પરંતુ તમારી આંતરિક ક્ષમતા પર પણ ભાર મૂકવો જોઈએ. એક પરીક્ષાને કારણે જીવન એક સ્ટેશન પર અટકતું નથી

12:33 PM (IST)  •  27 Jan 2023

ગેઝેટના ગુલામ બનીને ન જીવવું જોઈએ – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું, પહેલા નક્કી કરો આપ સ્માર્ટ છો કે પછી ગેઝેટ સ્માર્ટ છે. ગેઝેટનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. ભારતીય સરેરાશ છ કલાક સ્ક્રીન પર વીતાવે છે. આ પ્રકારે ગેઝેટ આપણને ગુલામ બનાવી દે છે. આપણે ગેઝેટના ગુલામ બનીને જીવવું ન જોઈએ. જે કામનું છે તેટલા સુધી જ સીમિત રહેવું જોઈએ. ક્ષમતા ગુમાવ્યા વગર ક્ષમતા વધારવી તે દિશામાં પ્રયત્ન કરો.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
Embed widget