શોધખોળ કરો

PTI Fact Check: એક્સિસ માય ઇન્ડિયાના નામ પર શેર થઇ રહ્યો છે સર્વે, જાણો વાયરલ આંકડાઓની હકીકત

PTI Fact Check:તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો ઝડપથી શેર થઈ રહી છે. આ તસવીરોમાં એક સર્વે રિપોર્ટ છે

Lok Sabha Elections Opinion Poll Fact Check: તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો ઝડપથી શેર થઈ રહી છે. આ તસવીરોમાં એક સર્વે રિપોર્ટ છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે 2024ની લોકસભા ચૂંટણી પહેલા એક્સિસ માય ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા પરિણામો પર આધારિત છે. આ સર્વેમાં ભાજપની આગેવાની હેઠળના NDA અને કોંગ્રેસની આગેવાની હેઠળના I.N.D.I.A એલાયન્સ વચ્ચે જોરદાર ટક્કર થવાની વાત કરવામાં આવી છે

આ વાયરલ સર્વેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કોઈપણ પક્ષ બહુમતીના આંકને સ્પર્શી શકશે નહીં. આ સર્વે ચૂંટણી પૂર્વેના અન્ય સર્વેક્ષણોથી સંપૂર્ણપણે અલગ છે, જેણે આ વખતે એનડીએ માટે બીજી જંગી જીતની આગાહી કરી છે. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો હકીકત કંઈક બીજી જ બહાર આવી હતી

દાવો શું છે?

19 એપ્રિલના રોજ એક ફેસબુક યુઝરે પોલિંગ એજન્સી એક્સિસ માય ઈન્ડિયાના નામે કથિત ઓપિનિયન પોલની તસવીર શેર કરી હતી. જેમાં 2024ની લોકસભા ચૂંટણીમાં એનડીએ અને ઈન્ડિયા બ્લોક વચ્ચે જોરદાર ટક્કર થવાની આગાહી કરવામાં આવી છે, એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બંનેમાંથી કોઈ પણ બહુમતીના આંકડાને સ્પર્શી શકશે નહીં.

આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે: “ભાજપના આગમનથી મોટી નિરાશા! એક્સિસ માય ઈન્ડિયાએ એનડીએ અને ઈન્ડિયા બ્લોક માટે સમાન બેઠકોની આગાહી કરી છે. લોકસભા ચૂંટણી 2024માં કોઇ ભગવા લહેર નથી.

આ પોસ્ટનો એક સ્ક્રીનશોર્ટ છે

PTI Fact Check: એક્સિસ માય ઇન્ડિયાના નામ પર શેર થઇ રહ્યો છે સર્વે, જાણો વાયરલ આંકડાઓની હકીકત

તપાસમાં શું બહાર આવ્યું?

જ્યારે ટીમે સૌપ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્કેન કર્યું ત્યારે જાણવા મળ્યું કે ઘણા યુઝર્સે આ કથિત સર્વેની તસવીરો શેર કરી હતી, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપના નેતૃત્વ હેઠળના NDAને મોટો આંચકો લાગશે અને 2024ની લોકસભામાં NDAને બહુમતથી દૂર રહેશે.

આ પોસ્ટનો એક સ્ક્રીનશોર્ટ છે

PTI Fact Check: એક્સિસ માય ઇન્ડિયાના નામ પર શેર થઇ રહ્યો છે સર્વે, જાણો વાયરલ આંકડાઓની હકીકત

તેની તપાસ દરમિયાન ટીમે કથિત સર્વેક્ષણ પર કોઈ સમાચાર રિપોર્ટ શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ આવા કોઈ સમાચાર મળ્યા નહીં. આ પછી ટીમે એક્સિસ માય ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ તપાસી, પરંતુ 2024ની લોકસભા ચૂંટણી પરના કોઈપણ અભિપ્રાય સર્વે સાથે સંબંધિત કોઈ સામગ્રી મળી ન હતી. કંપની દ્વારા વેબસાઈટ પર કરવામાં આવેલો છેલ્લો સર્વે મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગણા અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીને લઈને હતો.

આ પછી Axis My Indiaનું X હેન્ડલ ચેક કર્યું અને એક પોસ્ટ મળી હતી. એજન્સી દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝ આ પોસ્ટમાં શેર કરવામાં આવી હતી.

અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, “છેલ્લા કેટલાક દિવસોથી આગામી 2024ની ભારતીય સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં એક્સિસ માય ઈન્ડિયાના પ્રદીપ ગુપ્તાના નામનો ઉપયોગ કરીને અમુક ઓપિનિયન પોલ પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે, જે સંપૂર્ણપણે ખોટા (ભ્રામક) છે. તમને બધાને સુચિત કરવામાં આવે છે કે એક્સિસ માય ઈન્ડિયા ક્યારેય કોઈ પ્રકારનો પ્રી-પોલ/ઓપિનિયન પોલ પ્રકાશિત કરતું નથી. અમે ઇસીઆઇ દિશાનિર્દેશો અનુસાર, ચૂંટણી બાદ એક જૂન સાંજે 6:30 વાગ્યાથી  જ એક્ઝિટ પોલ પ્રકાશિત કરીશું.

આ રીલિઝ વધતા અમે પ્રદીપ ગુપ્તાનું એક્સ હેન્ડલ તપાસ્યું અને ત્યાં પણ અમને એ જ પ્રેસ રિલીઝ મળી, જે 3 એપ્રિલે જાહેર કરવામાં આવી હતી.

આ પછી એ સ્પષ્ટ થઈ ગયું કે 2024ની લોકસભા ચૂંટણી પર એક ફેક ઓપિનિયન સર્વે એક્સિસ માય ઈન્ડિયાના નામે વાયરલ થઈ રહ્યો છે.

દાવો શું છે?

એક્સિસ માય ઈન્ડિયાના ઓપિનિયન પોલ અનુસાર, ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ અને વિપક્ષના ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. કોઈને બહુમતિ મળશે નહીં.

શું છે હકીકતો?

એક્સિસ માય ઈન્ડિયા ઓપિનિયન પોલની જે તસવીરો શેર કરવામાં આવી રહી છે તે નકલી છે.

શું હતું તારણ?

તમામ પ્લેટફોર્મ, વેબસાઈટ અને સોશિયલ મીડિયા પેજ તપાસ્યા બાદ ટીમને તેની તપાસમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા પર ખોટા દાવાઓ સાથે નકલી તસવીરો શેર કરવામાં આવી રહી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યોMehsana News: મહેસાણામાં વધુ એક યુવતીનું પ્રતિબંધિત દોરીએ કાપ્યું ગળુTourism Department: થોળ અને નળ સરોવરનો થશે વિકાસ, રાજ્યના પ્રવાસન વિભાગનો મહત્વનો નિર્ણયMorbi Ceramic Industry : મોરબીના સિરામીક ઉદ્યોગમાં મંદીથી ઉદ્યોગકારો ચિંતિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
Embed widget