UPSC NDA & NA પરીક્ષા માટે રજીસ્ટ્રેશન શરૂ, 12 પાસ ઉમેદવાર આ તારીખ અગાઉ કરો અરજી
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમી I પરીક્ષા 2024 માટે એપ્લિકેશન લિંક ઓપન કરી છે
UPSC NDA And NA I Exam 2024 Registration Begins: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમી I પરીક્ષા 2024 માટે એપ્લિકેશન લિંક ઓપન કરી છે. જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓ 20મી ડિસેમ્બર 2023 થી ફોર્મ ભરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી 2024 છે. અરજીઓ માત્ર ઓનલાઈન હશે. આ માટે ઉમેદવારોએ UPSCની વેબસાઈટ upsc.gov.in પર જવું પડશે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 400 જગ્યાઓ ભરવામાં આવશે.
કરેક્શન કરવાની તારીખ કઇ છે?
UPSC NDA અને NA પરીક્ષા 2024 માટે આજથી 9 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે. આ અરજીઓમાં સુધારા કરવાની તારીખ 10 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી, 2024 સુધીની છે. જો કોઈ કરેક્શન હોય તો તેને આ તારીખ સુધીમાં કરી લો.
ખાલી જગ્યા વિગતો
આ ભરતી અભિયાન દ્વારા કુલ 400 જગ્યાઓ ભરવામાં આવશે, જેની વિગતો નીચે મુજબ છે. નેશનલ ડિફેન્સ એકેડમી માટે 370 અને નેવલ એકેડેમી માટે 30 જગ્યાઓ છે.
કોણ અરજી કરી શકે છે
અરજી કરવાની પાત્રતા દરેક વિંગ માટે અલગ છે. સામાન્ય રીતે કહીએ તો જે ઉમેદવારો માન્ય બોર્ડમાંથી 10+2 પેટર્નમાં 12મું પાસ કર્યું હોય અને ધોરણ 12માં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત વિષયો લીધા હોય તેઓ અરજી કરી શકે છે. ઉમેદવારનું ભારતીય નાગરિક અને અપરિણીત હોવું પણ જરૂરી છે. ઉમેદવારનો જન્મ 2 જુલાઈ 2005 થી 1 જુલાઈ 2008 ની વચ્ચે થયો હોવો જરૂરી છે. નેવલ એકેડમીમાં પ્રવેશ કેડેટ એન્ટ્રી સ્કીમ દ્વારા થશે.
કેટલો ચાર્જ લેવામાં આવશે
અરજી કરવા માટે ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. તેને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કોઈપણ શાખામાં જમા કરો અને આ પેમેન્ટ ઓનલાઈન પણ કરી શકાય છે. પરીક્ષાના અનેક સ્તરો પાસ કર્યા બાદ પસંદગી કરવામાં આવશે. અરજી માટે કેટલાક ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સ છે અને તે પાસ કરવા પણ જરૂરી છે. તમે તેમની વિગતો UPSC વેબસાઇટ પર જોઈ શકો છો.
Education Loan Information:
Calculate Education Loan EMI