Job 2022: ધોરણ 10 સુધી ભણેલા લોકો માટે સરકારી નોકરી કરવાનો ગૉલ્ડન ચાન્સ, જાણો શેમાં આવી ભરતી
ધોરણ 8, 10 અને 12 પાસથી લઈને ડિપ્લોમાં, બીએસસી કરનારા ઉમેદવારો એકથી વધુ ભરતી બહાર પડી છે, આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 19 ડિસેમ્બર છે.
Sarkari Job 2022: સરકારી નોકરી મેળવવા માટે ખાસ મોટો અવસર આવ્યો છે, હાલમાં દેશમાં ધોરણ 10 પાસ સુધીના ઉમેદવાર માટે સરકારી નોકરી મેળવવા માટે ગૉલ્ડન ચાન્સ આવ્યો છે. ધોરણ 8, 10 અને 12 પાસથી લઈને ડિપ્લોમાં, બીએસસી કરનારા ઉમેદવારો એકથી વધુ ભરતી બહાર પડી છે, આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 19 ડિસેમ્બર છે. જાણો ડિટેલ્સમાં...
ભરતી માટેની વિગતો -
આ ભરતી સેનેટરી ઈંસ્પેક્ટર, જૂનિયર ક્લાર્ક, આસિસ્ટેંટ ટીચર, ઈલેક્ટ્રીશિયન, પાઈપ ફિટર, પંપ અટેંડેંટ, ચોકીદાર, પ્યૂન, માળી, આયા અને સફાઈ કામદારના પદ પર ભરતી થશે. તેના માટે જબલપુર કંટેનમેંટ બોર્ડમાં ભરતી નિકળી છે.
ક્યાં અને કેવી રીતે કરશો અરજી
ઈચ્છુક ઉમેદવાર એમપી ઓનલાઈનની ઓફિશિયલ વેબસાઈટ mponline.gov.in પર જઈને અરજી કરી શકશે. ધ્યાન આપશો કે અરજી પ્રક્રિયા 19 ડિસેમ્બરથી શરુ થશે અને 8 જાન્યુઆરી સુધી ચાલશે.
કેટેગરી પ્રમાણે લાયકાત -
સેનેટરી ઈંસ્પેક્ટર- બીએસસી એન્ડ ડિપ્લોમા પાસ
જૂનિયર ક્લાર્ક- 12મું પાસની સાથે હિન્દી અને ઈંગ્લિશ ટાઈપીંગ
સહાયક શિક્ષક- ગ્રેજ્યુએશન સાથે બીએડ
ઈલેક્ટ્રિશિયન- આઈટીઆઈ સાથે 12મું પાસ
પાઈપ ફીટર- 12મું પાસની સાથે આઈટીઆઈ
મોટર પંપ અટેંડેંટ- 12મું પાસ સાથે આઈટીઆઈ
ચોકીદાર, પ્યૂન,માળી, સફાઈ કામદાર- 8મું પાસ
વય મર્યાદા -
ઉમેદવારની ઉંમર 21થી 30 વર્ષ હોવી જોઈએ. જો કે, ઓબીસી માટે તે 33 વર્ષ અને એસસી, એસટી માટે 35 વર્ષ હોવી જોઈએ. આ ઉપરાંત વિભાગના કર્મચારીઓ માટે વધુમાં વધુ 40,43 અને 45 વર્ષ રાખેલી છે.
પગાર ધોરણ -
સેનેટરી ઈંસ્પેક્ટર - 28700થી 91300
જૂનિયર ક્લાર્ક- 25300થી 80500
આસિસ્ટેંટ ટીચર- 25300થી 80500
ઈલેક્ટ્રિશિયન- 25300થી 80500
પાઈપ ફિટર અને પંપ અટેંડેંટ- 18500થી 62000
ચોકીદાર, પ્યૂન, માળી, સફાઈકામદાર- 15500થી 49000
Board Exams 2023: જાણો CBSE-CISCE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ક્યારે લેવાશે?
Board Exams 2023 Dates: સેન્ટ્રલ બોર્ડથી લઈને સ્ટેટ બોર્ડ સુધીના લગભગ તમામ બોર્ડે ધોરણ 10 અને 12ની અંતિમ પરીક્ષાની તારીખ કાં તો જાહેર કરી ચુક્યા છે અથવા તો ક્યાંક તે જાહેર થવાની તૈયારીમાં છે. આ સ્થિતિમાં જે બોર્ડની પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં નથી આવી તેવા વિદ્યાર્થીઓ લેટેસ્ટ અપડેટની ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ચાલો જાણીએ કે, રાજ્યના વિવિધ બોર્ડથી લઈને કેન્દ્રીય બોર્ડ સુધી કયા બોર્ડની પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે.
CISCE બોર્ડ - CISCE બોર્ડની ધોરણ 10 અથવા ICSE પરીક્ષાઓ 27 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે અને 29 માર્ચ 2023 સુધી ચાલશે. જ્યારે 12મા અથવા ISCની પરીક્ષા 13 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે અને 31 માર્ચ 2023 સુધી ચાલશે.
બિહાર (BSEB) બોર્ડ - રાજ્યના બોર્ડમાંથી, બિહાર બોર્ડ એવું બોર્ડ છે જેની પરીક્ષાઓ પણ પહેલા લેવામાં આવે છે અને પરિણામ પણ પ્રથમ આવે છે. બિહાર બોર્ડની 10મીની પરીક્ષા 14મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 22મી ફેબ્રુઆરી 2023 સુધી ચાલશે. અને 12મીની પરીક્ષા 01 ફેબ્રુઆરી 2023 થી 11 ફેબ્રુઆરી 2023 દરમિયાન લેવામાં આવશે.
આસામ બોર્ડ - આસામ બોર્ડ ધોરણ 12માની પરીક્ષા 20 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે અને 20 માર્ચ 2023 સુધી ચાલશે.
રાજસ્થાન બોર્ડ - માધ્યમિક શિક્ષણ બોર્ડે હજુ સુધી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેર કરી નથી. તારીખપત્રક – rajeduboard.rajasthan.gov.in પર બહાર પાડવામાં આવશે.
CBSE બોર્ડ - સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને હજુ સુધી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરી નથી, પરંતુ ડેટશીટ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
યુપી બોર્ડ - ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ પરિષદની 10મી અને 12મી પરીક્ષાની તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
પંજાબ (PSEB) બોર્ડ – પંજાબ બોર્ડની 10મી અને 12મી પરીક્ષાની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એવી અપેક્ષા છે કે પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવામાં આવશે.
MP (MPBSE) બોર્ડ - મધ્યપ્રદેશ બોર્ડની 10મી પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 20 માર્ચ, 2023 દરમિયાન લેવામાં આવશે.
કેરળ બોર્ડ - કેરળ બોર્ડની 10મીની પરીક્ષા 09 માર્ચથી 29 માર્ચ, 2023 દરમિયાન લેવામાં આવશે. જ્યારે બારમાની પરીક્ષા 10 માર્ચથી 30 માર્ચ 2023 દરમિયાન લેવામાં આવશે. આંધ્ર પ્રદેશ બોર્ડ અને મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષાની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી.
પરીક્ષાની તારીખોમાં ફેરફાર શક્ય છે. ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ નવીનતમ માહિતી માટે સંબંધિત બોર્ડની સત્તાવાર વેબસાઇટ તપાસતા રહો.
Education Loan Information:
Calculate Education Loan EMI