SC Recruitment 2022: ગુજરાતી સહિત વિવિધ ભાષાનું જ્ઞાન હોય તો સુપ્રીમ કોર્ટમાં નોકરી માટે કરો અરજી, આજથી શરૂ થઈ અરજી પ્રક્રિયા
SC Recruitment 2022 સુપ્રીમ કોર્ટમાં કોર્ટ આસિસ્ટન્ટ (જૂનિયર ટ્રાન્સલેટર)ની પદ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પડ્યું છે. અરજી પ્રક્રિયા 18 એપ્રિલથી શરૂ થઈ છે. અરજી કરવાની અંતિમ તારીખ 14 મે, 2022 છે.
SC Recruitment 2022: જો તમારી પાસે વિવિધ ભાષાનું જ્ઞાન હોય તો સુપ્રીમ કોર્ટમાં નોકરી માટે અરજી કરી શકો છો. સુપ્રીમ કોર્ટમાં કોર્ટ આસિસ્ટન્ટ (જૂનિયર ટ્રાન્સલેટર)ની પદ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પડ્યું છે. અરજી પ્રક્રિયા 18 એપ્રિલથી શરૂ થઈ છે. અરજી કરવાની અંતિમ તારીખ 14 મે, 2022 છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાદો અરજી કરવા માટે સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ sci.gov.in પર અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તિથિ
- ઓનલાઈન અરજી શરૂ થયાની તારીખઃ 18 એપ્રિલ
- ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખઃ 14 મે
વેકેન્સી ડિટેલ
આ ભરતી અભિયાન હેઠળ ટ્રાન્સલેટરના 25 પદ ભરવામાં આવશે. જેમાં અંગ્રેજીથી બંગાળી ટ્રાન્સલેટરના 2 પદ, અંગ્રેજીથી તેલુગુના 2 પદ, અંગ્રેજીથી ગુજરાતીના 2 પદ, અંગ્રેજીથી ઉર્દૂના 2 પદ, અંગ્રેજીથી મરાઠીના 2 પદ, અંગ્રેજીથી તમિલના 2 પદ, અંગ્રેજીથી મલયાલમના 2 પદ, અંગ્રેજીથી મણિપુરીના 2 પજ, અંગ્રેજીથી ઉડિયાના 2 પદ, અંગ્રેજીથી પંજાબીના 2 પદ અને અંગ્રેજીથી નેપાળીના 1 પદ પર ભરતી કરવામાં આવશે.
શૈક્ષણિક યોગ્યતા
ટ્રાન્સલેટરના પદ પર અરજી કરનારા ઉમેદવારો પાસે અંગ્રેજી અને સંબંધિત સ્થાનિક ભાષામાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ઉપારંત અંગ્રેજીથી સ્થાનિક ભાષામાં અનુવાદ કાર્યમાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ. ઉમેદવારોએ સ્થાનિક ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદ પણ કરવો પડશે. પસંદગી પ્રક્રિયા સંબંધિત જાણકારી માટે ઉમદેવાર sci.gov.in પર જઈ શકે છે. ઉમેદવારો આ વેબસાઇટ પર તમામ માહિતી જોઈ શકે છે.
પગાર ધોરણ
આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને 44,900 રૂપિયા વેતન મળશે. ઉમેદવારોની વય 1 જાન્યુઆરી, 2021ના રોજ 32 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
આ પણ વાંચોઃ
ભારતમાં હેડ ક્વાર્ટર ખોલશે આ અમેરિકન ઈલક્ટ્રિક વ્હીકલ કંપની, શરૂ કરી ભરતી
Coronavirus: ભારતે કોરોના મૃત્યુદરનો અંદાજ લગાવવા WHO ની પદ્ધતિ પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું
Education Loan Information:
Calculate Education Loan EMI