School Closes: ઓમિક્રોનના કહેરને લઈ ભાજપ શાસિત આ રાજ્યમાં 31 જાન્યુઆરી સુધી સ્કૂલો રહેશે બંધ, જાણો કયા કયા રાજ્યમાં સ્કૂલો છે બંધ
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, રાજ્યમાં કોવિડ-19 અને ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ
School Closing News: દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આ દરમિયાન અનેક રાજ્યોએ સ્કૂલો બંધ કરી દીધી છે અને તેમાં વધુ એકનો વધારો થયો છે. હરિયાણાની ભાજપ સરકારે 26 જાન્યુઆરી સ્કૂલો-કોલેજો બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, રાજ્યમાં કોવિડ-19 અને ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે 'મહામારી એલર્ટ' સાથે વધતા કેસોની વચ્ચે સરકારે નવા નિયંત્રણોની જાહેરાત કરી છે. હરિયાણામાં કોવિડ-19 કેસમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને થોડા સમય પહેલા શાળાઓ અને કોલેજો ખોલવામાં આવી હતી, પરંતુ નવા જોખમને કારણે ફરીથી તેમને બંધ કરવાનો આદેશ આપ્યો છે.
#Omicron: Haryana Govt shuts down all schools and colleges till January 26, online classes to continue, says CM ML Khattar
— ANI (@ANI) January 10, 2022
ગુજરાતઃ રાજ્ય સરકારે ધો 1 થી 9 ના ઓફલાઇન વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ઓનલાઇન ક્લાસ ચાલુ રહેશે.
ઉત્તરપ્રદેશઃ યોગી સરકારે તમામ શાળાઓને 16 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ઓનલાઈન વર્ગો ચાલુ છે. જો આવા કિસ્સાઓ વધતા રહે તો એકાદ-બે અઠવાડિયા શાળાઓ બંધ રહે તેવી શક્યતા છે.
રાજસ્થાનઃ રાજસ્થાન સરકારે તમામ શહેરી શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ વિસ્તારોમાં ધોરણ 12 સુધીની શાળાઓ 30 જાન્યુઆરી સુધી બંધ રહેશે. ઓનલાઈન વર્ગો ચાલુ રહેશે.
દિલ્હીઃ રાજધાનીમાં 3 જાન્યુઆરી, 2022થી સ્કૂલો બંધ છે. આગામી આદેશો સુધી શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.
બિહારઃ બિહારમાં તમામ શાળાઓ અને કોલેજો 21 જાન્યુઆરી સુધી બંધ રહેશે. 20 અથવા 21 જાન્યુઆરીએ સીએમ ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપની બેઠકમાં વધુ નિર્ણય લેવામાં આવશે.
મહારાષ્ટ્રઃ 31 જાન્યુઆરી 2022 સુધી શાળાઓ બંધ રહેશે. ઓનલાઈન વર્ગો ચાલુ રહેશે. 10-12ના વર્ગો ઓફલાઈન થઈ રહ્યા છે. પુણેમાં ધોરણ 8 સુધીની શાળાઓ 30 જાન્યુઆરી, 2022 સુધી બંધ રહેશે
આસામઃ અહીં 5મા ધોરણ સુધીન વર્ગો 30 જાન્યુઆરી સુધી બંધ રહેશે. ગુવાહાટીમાં ધોરણ 8 સુધીની શાળાઓ આ મહિને બંધ રહેશે.
ઝારખંડ અને પંજાબઃ આ બંને રાજ્યમાં 15 જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ રહેશે.
ઓડિશાઃ પ્રાઈમરી સ્કૂલો આગામી આદેશ સુધી બંધ રહેશે.
પશ્ચિમ બંગાળઃ સ્કૂલ, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ આગામી આદેશ સુધી બંધ રહેશે.
Education Loan Information:
Calculate Education Loan EMI