વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મળશે 15 લાખની સરકારી લૉન, કોણ આપે છે ને ક્યાંથી મળશે ? જાણો
Education Loan: ગુરુજી ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ રાજ્ય સરકાર ગરીબ વિદ્યાર્થીઓને ખૂબ જ ઓછા વ્યાજ દરે 15 લાખ રૂપિયા સુધીની લૉન આપે છે
Education Loan: નાણાંની અછતને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્વપ્ન હવે અધૂરું નહીં રહે. ઝારખંડ સરકારની ગુરુજી ક્રેડિટ કાર્ડ યોજનામાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે, જે રાજ્યના ગરીબ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વધુ સુવિધાઓ પ્રદાન કરશે.
અત્યાર સુધી જે વિદ્યાર્થીઓએ બેંકો પાસેથી લૉન લીધી હતી તેઓ આ યોજનાનો લાભ મેળવી શકતા ન હતા, પરંતુ હવે રાજ્ય સરકારે આ નિયમમાં ફેરફાર કર્યો છે. હવે તે વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે. આ માટે, તેઓએ ફક્ત બેંકમાંથી તેમની જૂની લૉન બંધ કરવી પડશે અને બેંકમાંથી NOC લેવી પડશે.
ગુરુજી ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ રાજ્ય સરકાર ગરીબ વિદ્યાર્થીઓને ખૂબ જ ઓછા વ્યાજ દરે 15 લાખ રૂપિયા સુધીની લૉન આપે છે. અગાઉ આ સ્કીમમાં એવી શરત હતી કે જો કોઈ વિદ્યાર્થીએ પહેલાથી જ લૉન લીધી હોય તો તે આ યોજનાનો લાભ લઈ શકશે નહીં, પરંતુ હવે આ ફેરફારથી લાખો વિદ્યાર્થીઓને રાહત મળશે.
મળશે વર્ષોનો સમય
આ યોજનાનો ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા ગરીબ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ અંતર્ગત વિદ્યાર્થીઓને માત્ર 4% વ્યાજ દરે 15 લાખ રૂપિયા સુધીની લૉન મળી શકે છે. આ લૉનની ચૂકવણી માટે તમને 15 વર્ષ સુધીનો સમય મળશે. આ સાથે 4 લાખ રૂપિયા સુધીની લૉન કોઈપણ વ્યાજ વગર આપવામાં આવશે.
કોણે મળશે ફાયદો ?
ગુરુજી ક્રેડિટ કાર્ડ યોજનાનો બીજો મોટો ફાયદો એ છે કે આમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મિલકત ગીરવે રાખવાનું કહેવામાં આવતું નથી. સામાન્ય રીતે બેંકો લૉન આપતા પહેલા પ્રૉપર્ટી મૉર્ગેજ રાખવાની શરત રાખે છે, પરંતુ આ સ્કીમ હેઠળ વિદ્યાર્થીઓને આ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આ યોજનાનો લાભ એવા વિદ્યાર્થીઓને મળશે જેઓ આર્થિક રીતે પછાત છે અને ઝારખંડ રાજ્યના કાયમી નિવાસી છે. આ ઉપરાંત ડિપ્લોમા ધારકો પણ આ યોજનાનો લાભ લઈ શકશે.
કઇ રીતે કરશો અરજી ?
આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ સત્તાવાર સાઇટ gscc.jharkhand.gov.in પર જઈને નોંધણી કરાવવી પડશે. આ પછી તમામ જરૂરી દસ્તાવેજો અપલૉડ કરીને એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
આ પણ વાંચો
Education Loan Information:
Calculate Education Loan EMI