શોધખોળ કરો

Government Scheme: રાજ્યમાં આદિજાતિ યુવક-યુવતીઓને GPSC વર્ગ 1-2ની સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે મળશે રૂ.20 હજારની સહાય, આ તારીખ પહેલા કરો અરજી

કોચિંગ સહાયનો લાભ લેવા માટે નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ આગામી તા. 17 ઓગષ્ટ 2023 સુધીમાં ડી-સેગના પોર્ટલ પર ઓનલાઇન અરજી-નોંધણી કરાવવાની રહેશે.

Gandhinagar News: રાજ્યના આદિજાતિ સ્નાતક યુવક-યુવતીઓ ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC વર્ગ 1-2ની સ્પર્ધાત્મક પરીક્ષા પાર કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા પરીક્ષાના કોચિંગ-તાલીમ સહાય પેટે એકવાર પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ. 20,000ની રકમ આપવામાં આવશે. આ કોચિંગ સહાયનો લાભ લેવા માટે નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ આગામી તા. 17 ઓગષ્ટ 2023 સુધીમાં ડી-સેગના પોર્ટલ dsagsahay.gujarat.gov.in પર ઓનલાઇન અરજી-નોંધણી કરવાની રહેશે તેમ,આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, (ડી-સેગ) દ્વારા જણાવાયું છે.

કેવી રીતે મળશે સહાય

અનુસૂચિત જનજાતિના સ્નાતકની તથા જે તે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા તથા ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, ગાંધીનગર (ડી-સેગ) દ્વારા એમ્પેનલ કરવામાં આવેલ એજન્સી દ્વારા કાર્યરત સેન્ટરમાં કોચિંગ મેળવતા વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર-ડી.બી.ટી. યોજના મારફતે વિદ્યાર્થી દીઠ એક વાર રૂ.20,000- અથવા વાસ્તવિક કોચિંગ ફી પૈકી જે ઓછું હોય તે રકમ સીધી ખાતામાં જમા કરાશે.

સંપૂર્ણ વિગતો ભરવી પડશે ઓનલાઈન

અરજી પત્રકમાં દર્શાવ્યા મુજબની સંપૂર્ણ વિગત ઓનલાઈન ભરવાની રહેશે તેમજ પોર્ટલ પર પ્રમાણપત્રો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જરૂરી વિગતો ‘સબમિટ’ કર્યા બાદ અરજદારના મોબાઈલ ઉપર એમ.એમ.એસ દ્વારા રજીસ્ટ્રેશન નંબર જનરેટ થયા બાદ અરજી સબમિટ થયેલી ગણાશે. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના પ્રાયોજના કચેરી દ્વારા તથા આદિજાતિ જિલ્લાઓ સિવાયના જિલ્લાઓની અરજીઓ વડી કચેરી દ્વારા નિયમ મુજબ મંજૂર-નામંજૂર કરવામાં આવશે.

વિદ્યાર્થીના કુટુંબની કેટલી હોવી જોઈએ વાર્ષિક આવક મર્યાદા

કોચિંગ સહાય મેળવવા ઇચ્છુક આદિજાતિના વિદ્યાર્થી જે તે સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિયત કરાયેલી ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. આદિજાતિ વિદ્યાર્થી જે જિલ્લામાં કોચિંગ મેળવવા ઇચ્છતો હશે તે જિલ્લાના લક્ષ્યાંક અન્વયે સ્નાતકક્ષાના મેરીટના ધોરણે વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવશે. સહાય માટે વિદ્યાર્થીએ જી.પી.એસ.સી વર્ગ-1, વર્ગ-2ની સ્પર્ધાત્મક પરીક્ષા અને સ્પીપા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરેલ હોવી જોઇએ. સહાય માટે વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. 5.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.

આ પણ વાંચોઃ  

કૃષિ ક્ષેત્રના ભણતરથી મળશે લાખોનો પગાર, જાણો ક્યાં ક્યાં કરી શકો છો અભ્યાસ

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Embed widget