(Source: ECI/ABP News/ABP Majha)
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10મી ડિસેમ્બર છે. ઉમેદવારોને 12 થી 13 ડિસેમ્બરની વચ્ચે ઓનલાઈન અરજી ફોર્મમાં સુધારા કરવાની તક મળશે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (UGC NET)ને લઇને સત્તાવાર નોટિસ જાહેર કરી છે. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10મી ડિસેમ્બર છે. આ પરીક્ષા 1 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાવાની છે. UGC NET ugcnet.nta.ac.in ની સત્તાવાર વેબસાઇટ પર અરજી ફોર્મ ભરો. હવે સત્તાવાર વેબસાઇટ પર રજિસ્ટ્રેશનની શરૂઆત થઇ ગઇ છે.
ઉમેદવારોને 12 થી 13 ડિસેમ્બરની વચ્ચે ઓનલાઈન અરજી ફોર્મમાં સુધારા કરવાની તક અને પરવાનગી મળશે અને તે પછી પરીક્ષા કેન્દ્રની યાદી બહાર પાડવામાં આવશે. UGC-NET એ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 'આસિસ્ટન્ટ પ્રોફેસર' અને 'જૂનિયર રિસર્ચ ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસર' માટેની પાત્રતા નક્કી કરવા માટેની પરીક્ષા છે.
પરીક્ષા રદ કરાઇ હતી
નોંધનીય છે કે જૂન સત્રમાં યોજાનારી NET પરીક્ષા આયોજિત થયાના એક દિવસ બાદ જ રદ કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલય (MHA) દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા થવાની સંભાવનાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે. બાદમાં જૂનમાં યોજાનારી પરીક્ષા એજન્સી દ્વારા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં યોજાઇ હતી. ઉમેદવારો વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકે છે.
આ સ્ટેપની મદદથી ચેક કરો
સ્ટેપ-1: સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર સાઇટ પર જાવ
સ્ટેપ-2: આ પછી ઉમેદવારના હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરો
સ્ટેપ-3: હવે નોટિસ ઉમેદવારની સામે દેખાશે
સ્ટેપ-4: ઉમેદવાર નોટિસ પેજ ડાઉનલોડ કરો
સ્ટેપ-5: આ પછી ઉમેદવારોએ આ પેજની પ્રિન્ટ આઉટ લેવી જોઈએ
JEE Advanced 2025 માં ફરી બદલાવ, વિદ્યાર્થીઓ માત્ર 2 વખત આપી શકશે પરીક્ષા
Education Loan Information:
Calculate Education Loan EMI