(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara News: MS યુનિવર્સિટીમાં કર્મચારીઓ કેમ બોલાવી રહ્યા છે રામધૂન ?
આ કર્મચારીઓ છેલ્લા 15 - 20 વર્ષથી એસી કેબિનમાં બેસતા પ્રોફેસર અને અધિકારીઓને પાણી આપે છે તથા સમગ્ર યુનિવર્સિટીને સાફ-સફાઈ કરીને ચોખ્ખી રાખે છે.
Vadodara News: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કુલ 14 ફેકલ્ટી અને ત્રણ કોલેજ આવેલી છે. વર્ષોથી હંગામી કર્મચારીઓ યુનિવર્સિટીમાં કામ કરે છે, જ્યારે છેલ્લા 15 15 વર્ષથી જે લોકો યુનિવર્સિટી હંગામી કર્મચારી તરીકે કામ કરે છે તે લોકો કાયમી થવા માટે અને આઉટસોર્સિંગ ન થાય તે માટે આજે હેડ ઓફિસ ખાતે રામધૂન અને ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હકીકત તે પણ છે કે આ કર્મચારીઓ છેલ્લા 15 - 20 વર્ષથી એસી કેબિનમાં બેસતા પ્રોફેસર અને અધિકારીઓને પાણી આપે છે તથા સમગ્ર યુનિવર્સિટીને સાફ-સફાઈ કરીને ચોખ્ખી રાખે છે. આ જ કર્મચારીઓનું આઉટસોર્સિંગ થશે તો યુનિવર્સિટીના સત્તાધીશોને જ નુકસાન છે ત્યારે હવે જોવાનું કર્મચારીઓ ક્યારે કાયમી થશે અને ન્યાય મળશે.
IELTS માં 8 બેન્ડ છતાં કેનેડાથી અમેરિકા બોટમાં બેસીને જતા પકડાયા 8 યુવકો, જાણો પછી શું થયું
IELTSમાં આઠ બેંડ મેળવી ચાર યુવકને અમેરિકા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના યુવકો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અંગ્રેજી ન આવડતું હોવા છતાં IELTSમાં 8 બેંડ કેવી રીતે મળ્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે પહેલા કેનેડા અને કેનેડાથી અમેરિકા બોટ મારફતે જતા પકડાઈ ગયા હતા.
પકડાયેલા યુવકોને અમેરિકાની કૉર્ટમાં રજૂ કરાતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. કૉર્ટમાં રજૂ કરતા કાર્યવાહીમાં આ યુવકો અંગ્રેજી જ ન બોલી શકતા પર્દાફાશ થયો હતો. જે બાદ 8 બેંડ કેવી રીતે મળ્યા તેને લઈને પણ સવાલ છે. અમેરિકન એમ્બસીએ મુંબઈ એમ્બસીને જાણ કરી હતી. મુંબઈ એમ્બસી તરફથી મહેસાણા પોલીસને જાણ કરવામાં આવી હતી જેના પગલે મહેસાણા પોલીસવડાએ SOGને તપાસ સોંપી છે. અંગ્રેજી ન આવડતું હોવા છતાં 8 બેંડ મેળવી ધ્રુવ પટેલ, નીલ પટેલ, ઉર્વીશ પટેલ અને સાવન પટેલ વિદેશ પહોંચ્યા હતાં. પોલીસે IELTS પરીક્ષા અને એજન્ટોની ઉલટ તપાસ શરૂ કરી છે.
Education Loan Information:
Calculate Education Loan EMI