ECએ કહ્યુ- સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની થશે ગણતરી અને પછી... કોંગ્રેસના આરોપનો આપ્યો જવાબ
2024 Lok Sabha Election: મતગણતરી અગાઉ આજે ચૂંટણી પંચ (EC) એ તેની તૈયારીઓને લઈને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
2024 Lok Sabha Election: દેશમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) પૂર્ણ થઈ ગઈ છે. હવે દરેક તેના પરિણામની રાહ જોઈ રહ્યા છે. મતગણતરી અગાઉ આજે ચૂંટણી પંચ (EC) એ તેની તૈયારીઓને લઈને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, 'પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે. અમે અડધા કલાક પછી જ ઈવીએમની ગણતરી શરૂ કરીશું. તેમાં કોઈ શંકા નથી.' આ દરમિયાન ચૂંટણી પંચે કહ્યું હતું કે અમે ચૂંટણીમાંલાપતા થયા નથી. ઇસીએ વધુમાં કહ્યું કે નકારાત્મક વાતોથી મતદાન કર્મચારીઓને નુકસાન થાય છે.
#WATCH | Ahead of Lok Sabha elections counting, CEC Rajiv Kumar says, "Postal ballot counting will start first. After only half an hour, we will start EVM counting. There is no doubt about it." pic.twitter.com/oG3RHOIb4l
— ANI (@ANI) June 3, 2024
#WATCH | On Congress leader Jairam Ramesh's allegations that Union HM called DMs/ROs (Returning Officers), CEC Rajiv Kumar says, "...Can someone influence them (DMs/ROs) all? Tell us who did this. We will punish the person who did it...It is not right that you spread a rumour and… pic.twitter.com/iejNzcZQ2G
— ANI (@ANI) June 3, 2024
ECએ જણાવ્યું કે કેવી રીતે થશે મતગણતરી
લોકસભા ચૂંટણીની મતગણતરી પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, “પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે. અડધા કલાક પછી અમે ઈવીએમની ગણતરી શરૂ કરીશું તેમાં કોઈ શંકા નથી.
કોંગ્રેસ નેતા જયરામ રમેશને ચૂંટણી પંચે આપ્યો જવાબ
કોંગ્રેસના નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય ગૃહમંત્રીએ ડીએમ/આરઓ (રિટર્નિંગ ઓફિસર)ને ફોન કર્યો હતો જેનો જવાબ આપતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે “...શું કોઈ આ બધાને (DM/RO) પ્રભાવિત કરી શકે છે? અમને જણાવો કે આ કોણે કર્યું. અમે તે વ્યક્તિને દંડિત કરીશું જેણે આ કર્યું છે.. આ યોગ્ય નથી કે તમે અફવાઓ ફેલાવો અને બધા પર શંકા કરો."
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, તમને યાદ હશે કે અગાઉ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે પૈસા અને સામાનની વહેંચણી કરવામાં આવી હતી. આ વખતે ના તો સાડીનું વિતરણ થયું, ના તો કૂકરનું વિતરણ થયું, ના તો દારૂ કે પૈસાનું વિતરણ થયું. કેટલીક ઘટનાઓને બાદ કરતાં સમગ્ર દેશમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી હતી.