(Source: ECI/ABP News/ABP Majha)
Gujrat Election 202: AAPએ વધુ 21 ઉમેદવારની યાદી કરી જાહેર, જાણો કોણ ક્યાં લડશે ચૂંટણી
Gujrat Election 2022: ગઇ કાલે સીએમ પદનો ચહેરા તરીકે ઇસુદાનની નામ જાહેર કર્યાં બાદ આજે વધુ 21 ઉમેદવારની યાદી જાહેર કરી છે.
Gujrat Election 2022:આમ આદમી પાર્ટીએ વધુ 12 ઉમેદવારની યાદી જાહેર કરી છે. ત્રીજા મોરચા તરીકે આપ પાર્ટી ખૂબ જ સક્રિયતાથી ચૂટણીનો જંગ લડી રહી છે. ગઇ કાલે સીએમ પદનો ચહેરા તરીકે ઇસુદાનની નામ જાહેર કર્યાં બાદ આજે વધુ 21 ઉમેદવારની યાદી જાહેર કરી છે.
વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના ગઢને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યી છે. ગુજરાતમાં ખૂબ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ તેમણે અત્યાર સુધીમાં 139 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. શુક્રવારે આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને પહેલા જ જાહેરાત કરવામાં આવી હતી બાદ આજે વધુ 21 ઉમેદવારની યાદી જાહેર કરી છે. મહત્વપૂર્ણ છે કે, અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી 139 ઉમેદવાર જાહેર કરાયા છે. જાણીએ જાહેર થયેલી 21 ઉમેદવારની યાદીમાં કોણ કઇ બેઠક પરથી જંગ લડી રહ્યું છે જાણીએ.
આમ આદમી પાર્ટીએ ઉમેદવારી યાદી કરી જાહેર
- વાવ થી ડોક્ટર ભીમ પટેલ
- ઠક્કરબાપાનગર થી સંજય મોરી
- બાપુનગર થી રાજેશભાઈ દીક્ષિત
- દસ્કોઈ થી કિરન પટેલ
- ધોળકા થી જાત્તુબા ગોલ
- ધાંગધ્રા થી વાગજીભાઈ પટેલ
- વિરમગામ થી કુંવરજી ઠાકોર
- માણાવદર થી કરશન બાપુ ભદ્રકા
- ધારી થી કાંતિભાઈ સતાસિયા
- સાવરકુંડલા થી ભરત નાકરની
- મહુવા અમરેલી થી અશોક જોલિય
- તળાજા થી લાલુ બેન નરશીભાઈ ચૌહાણ
- ગઢડા થી રમેશ પરમાર
- ખંભાત થી ભરતસિંહ ચાવડા
- સોજીત્રા થી મનુભાઈ ઠાકોર
- લીમખેડા થી નરેશ પુનાભાઈ બારીયા
- પાદરા થી જયદીપસિંહ ચૌહાણ
- વાગરા થી જયરાજ સિંઘ
- અંકલેશ્વર થી અંકુર પટેલ
- માંગરોળ બારડોલી થી સ્નેહલ વસાવા
- સુરત વેસ્ટ થી મોકકેશ સંઘવી
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી દસમી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/nV7WkYTBO2 — AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 5, 2022
ગુજરાતમાં ચૂંટણી ક્યારે યોજાશે?
ચૂંટણી પંચે ગુરુવારે (3 નવેમ્બર) ગુજરાત વિધાનસભા ચૂંટણીની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. આ પછી 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો પણ એ જ દિવસે જાહેર થવાના છે. ચૂંટણીની જાહેરાત સાથે જ ગુજરાતમાં જાહેરનામું અમલમાં આવી ગયું છે. ઉમેદવારો 14 નવેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકશે અને નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર છે.