(Source: ECI/ABP News/ABP Majha)
Uttar Pradesh : અખિલેશ યાદવે કર્યો દાવો, ઉત્તરપ્રદેશમાં આ કારણે જનતાએ ભાજપને મત આપ્યાં
તેમણે કહ્યું કે દેશ આઝાદીના 75 વર્ષમાં 'અમૃત મહોત્સવ' ઉજવવા જઈ રહ્યો છે, પરંતુ સ્વતંત્રતા સંગ્રામના મૂલ્યો પાછળ ધકેલાઇ ગયા છે , લોકશાહીનો પાયો જોખમમાં છે.
Uttar Pradesh : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોમવારે ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવતા કહ્યું કે, આ પાર્ટીની કપટની રાજનીતિને કારણે રાજનીતિની પવિત્રતા જોખમમાં આવી ગઈ છે. અખિલેશે લખનૌમાં આરોપ લગાવ્યો હતો કે ભાજપની ચાલાકીભરી રાજનીતિને કારણે રાજકારણ મુશ્કેલીમાં છે. તેમણે કહ્યું કે દેશ આઝાદીના 75 વર્ષમાં 'અમૃત મહોત્સવ' ઉજવવા જઈ રહ્યો છે, પરંતુ સ્વતંત્રતા સંગ્રામના મૂલ્યો પાછળ ધકેલાઇ ગયા છે , લોકશાહીનો પાયો જોખમમાં છે.
જનતા ભાજપની ડર અને ભ્રમની રાજનીતિનો શિકાર બની
સપા પ્રમુખે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં જનતા ભાજપની ડર અને ભ્રમની રાજનીતિનો શિકાર બની છે. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી તેના તમામ સહયોગી અને સમર્થકો સાથે નવી ઉર્જા, પ્રગતિશીલ વિચાર સાથે ભવિષ્યની રણનીતિ બનાવીને સંઘર્ષ ચાલુ રાખશે. અખિલેશે કહ્યું કે રાષ્ટ્ર-રાજ્યને માર્ગદર્શન આપતા બંધારણની સુરક્ષામાં ચૂંટણીપંચની સ્વતંત્ર ભૂમિકા જરૂરી છે, ચૂંટણીમાં લોકશાહી અને બંધારણની કસોટી થાય છે.
ભાજપે જનહિતમાં કોઈ કામ કર્યું નથીઃ અખિલેશ યાદવ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આરોપ લગાવ્યો હતો કે પાંચ વર્ષથી સત્તામાં રહેવા છતાં ભાજપે જનહિતમાં કોઈ કામ કર્યું નથી. હવે ફરીથી રાજ્યમાં ભાજપનું શાસન છે, પરંતુ ભાજપે જે સમસ્યાઓ સર્જી છે તેનો દૂર દૂર સુધી ઉકેલ આવતો નથી.
સપાના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યો, ગઠબંધનના નેતાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો દ્વારા રાજ્યના પાર્ટી કાર્યાલયમાં મળ્યા હતા. આ દરમિયાન જે પણ નેતા અખિલેશને મળ્યા તેઓએ ચૂંટણી દરમિયાન પોતાના મતવિસ્તારમાં થયેલી ધમાલથી વાકેફ કર્યા અને સાથે એ પણ જણાવ્યું કે મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં સપા સમર્થકોના નામ કાપવામાં આવ્યા.
યુપીમાં સફાઈ કર્મચારી બન્યો ભાજપનો ધારાસભ્ય
ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં ધનઘાટા સીટ પર એક સફાઈ કર્મચારીએ જીત મેળવી છે. ભાજપની ટિકિટ પર ઉત્તરપ્રદેશની ચૂંટણી લડનાર ગણેશ ચંદ્ર ચૌહાણે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અલ્ગુ પ્રસાદને 10,553 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ગણેશ ચંદ્ર ચૌહાણ એક સફાઈ કર્મચારી છે જેણે ધનઘાટા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. આ સીટ પર કોંગ્રેસે શાંતિ દેવીને અને આમ આદમી પાર્ટીએ સંતોષને મેદાનમાં ઉતાર્યા હતા.