શોધખોળ કરો

PM મોદી અને અમિત શાહ ક્લિન ચીટ મામલે ચૂંટણી પંચમાં મતભેદ, જાણો વિગતો

ચૂંટણી કમિશનર અશોક લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાને પત્ર લખીને માંગ કરી છે કે ચૂંટણી પંચના નિર્ણયમાં કમિશનરો વચ્ચે મતભેદને પણ સતાવાર રેકોર્ડમાં સામેલ કરવામાં આવવો જોઇએ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી ખત્મ થવા પર ચૂંટણી પંચમાં પણ મતભેદ સામે આવ્યો છે. ચૂંટણી પંચના આચાર સંહિતા તોડવા સંબંધી અનેક નિર્ણયો પર અસહમતિ વ્યક્ત કરનારા ચૂંટણી કમિશનર અશોક લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાને પત્ર લખીને માંગ કરી છે કે ચૂંટણી પંચના નિર્ણયમાં કમિશનરો વચ્ચે મતભેદને પણ સતાવાર રેકોર્ડમાં સામેલ કરવામાં આવવો જોઇએ. ચૂંટણી કમિશનર અશોક લવાસાએ આચાર સંહિતા ઉલ્લંઘન મામલે થનારી મીટિંગમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ક્લિન ચીટ આપવા મામલે અસહમતી દર્શાવ્યા પછી તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે આ વિશે મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાને પત્ર પણ લખીને જાણ કરી છે. અશોક લવાસા દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બનવાની રેસમાં છે અને સૂત્રોના મતે લવાસા આચાર સંહિતાના ભંગની ફરિયાદો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને સતત ક્લિન ચીટ આપવા અને વિરોધી પક્ષોના નેતાઓને નોટિસ આપવાના વિરુદ્ધમાં  રહ્યા છે. ચૂંટણી  પંચના નિર્ણયને લઇને ઉભા થયેલા વિવાદ વચ્ચે લવાસાના પત્રનો જવાબ  આપતા મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ કહ્યું હતું કે ચૂંટણી પંચમાં ત્રણ સભ્ય હોય છે અને ત્રણેય એકબીજાના ક્લોન હોઇ શકે નહીં. હું કોઇ પણ પ્રકારની ચર્ચાથી ભાગતો નથી. તમામ ચીજનો સમય હોય છે. ચૂંટણી પંચમાં ટોચના અધિકારીઓ  વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે 21 મેના રોજ ચૂંટણી પંચની મહત્વની  બેઠક થશે. આ બેઠકમાં  લવાસા  સામેલ થાય છે કે તેના પર તમામની નજર છે. વિવાદના કેન્દ્રમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહને આચાર સંહિતાના ભંગ મામલામાં ચૂંટણી પંચ દ્ધારા ક્લિન  ચીટ આપવાને છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મીડિયાના કેટલાક હિસ્સામાં  આજે આચાર સંહિતાના સંદર્ભમાં ચૂંટણી પંચની  અંદર કામકાજને લઇને એક એવા વિવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને ટાળી શકાતો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ

'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

Embed widget