શોધખોળ કરો
ભાજપ-સપાના કયા નેતા સામે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ, નામ જાણીને ચોંકી જશો
ચૂંટણી પંચે સમાજવાદી પાર્ટી(સપા)ના નેતા આઝમ ખાન અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સામે કડક પગલાં લેતાં તેમના ચૂંટણી પ્રચાર પર રોક લગાવી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અયોગ્ય નિવેદન આપવા સામે કાર્યવાહી કરતા ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે.

નવી દિલ્હી: ચૂંટણી પંચે સમાજવાદી પાર્ટી(સપા)ના નેતા આઝમ ખાન અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સામે કડક પગલાં લેતાં તેમના ચૂંટણી પ્રચાર પર રોક લગાવી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અયોગ્ય નિવેદન આપવા સામે કાર્યવાહી કરતા ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે.
સુત્રો પ્રમાણે, ચૂંટણી પંચે આઝમ ખાનના ચૂંટણી પ્રચાર પર 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. જ્યારે મેનકા ગાંધી પર 48 કલાકનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ મંગળવાર સવારે 10 વાગ્યાથી અમલમાં રહેશે. પ્રતિબંધ દરમિયાન આ બન્ને નેતા ન તો કોઈ ચૂંટણી રેલી કરી શકે અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ચૂંટણી પ્રચાર નહીં કરી શકે.
ચૂંટણી પંચે પ્રચાર દરમિયાન અયોગ્ય અને અભદ્ર ટિપ્પણી કરવા બદલ અને લોકોને ધમકાવીને વોટ અપીલ કરવાના મામલે કડક પગલા લેતાં આ પ્રતિબંધ લગાવ્યા છે.
સૂત્રો મુજબ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલ માહિતી પ્રમાણે મેનકા ગાંધી પર ચૂંટણી પ્રચાર સંબંધી લાગેલ પ્રતિબંધ મંગળવાર સવારે 10 વાગેથી શરૂ થશે. મેનકા ગાંધી સુલ્તાનપુર લોકસભા બેઠકથી બીજેપીના ઉમેદવાર છે. જ્યારે બીજી તરફ સપાના નેતા અને રામપુરથી સપા-બસપા અને રાલોદ ગઠબંધનથી સંયુક્ત ઉમેદવાર આઝમ ખાન પર પ્રતિબંધ પણ મંગળવાર સવારે 10 વાગ્યાથી શરૂ થશે.
સુત્રો પ્રમાણે, ચૂંટણી પંચે આઝમ ખાનના ચૂંટણી પ્રચાર પર 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. જ્યારે મેનકા ગાંધી પર 48 કલાકનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ મંગળવાર સવારે 10 વાગ્યાથી અમલમાં રહેશે. પ્રતિબંધ દરમિયાન આ બન્ને નેતા ન તો કોઈ ચૂંટણી રેલી કરી શકે અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ચૂંટણી પ્રચાર નહીં કરી શકે.
ચૂંટણી પંચે પ્રચાર દરમિયાન અયોગ્ય અને અભદ્ર ટિપ્પણી કરવા બદલ અને લોકોને ધમકાવીને વોટ અપીલ કરવાના મામલે કડક પગલા લેતાં આ પ્રતિબંધ લગાવ્યા છે.
સૂત્રો મુજબ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલ માહિતી પ્રમાણે મેનકા ગાંધી પર ચૂંટણી પ્રચાર સંબંધી લાગેલ પ્રતિબંધ મંગળવાર સવારે 10 વાગેથી શરૂ થશે. મેનકા ગાંધી સુલ્તાનપુર લોકસભા બેઠકથી બીજેપીના ઉમેદવાર છે. જ્યારે બીજી તરફ સપાના નેતા અને રામપુરથી સપા-બસપા અને રાલોદ ગઠબંધનથી સંયુક્ત ઉમેદવાર આઝમ ખાન પર પ્રતિબંધ પણ મંગળવાર સવારે 10 વાગ્યાથી શરૂ થશે. વધુ વાંચો