શોધખોળ કરો

Geniben Thakor: ગેનીબેન ઠાકોર દિલ્હીમાં, રાહુલ અને સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, તસવીરો આવી સામે

Banaskantha Seat, Geniben Thakor: દેશમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. આજે દિલ્હીમાં કોંગ્રેસની સંસદીય દળની બેઠક મળી હતી, આ બેઠકમાં સમગ્ર ભારતમાં ચૂંટણીની હાર જીતને લઇને ચર્ચા થઇ હતી

Banaskantha Seat, Geniben Thakor: દેશમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. આજે દિલ્હીમાં કોંગ્રેસની સંસદીય દળની બેઠક મળી હતી, આ બેઠકમાં સમગ્ર ભારતમાં ચૂંટણીની હાર જીતને લઇને ચર્ચા થઇ હતી. આ બેઠકમાં ગુજરાતના એકમાત્ર કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના મોવડી મંડળ સાથે મુલાકાત કરી હતી. જેની તસવીરો હાલમાં સામે આવી છે. 

Geniben Thakor: ગેનીબેન ઠાકોર દિલ્હીમાં, રાહુલ અને સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, તસવીરો આવી સામે

આજે દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીની સંસદીય દળની બેઠક યોજાઇ હતી, આ બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે ગેનીબેન ઠાકોરે પણ હાજરી આપી હતી. બેઠક બાદ ગેનીબેન ઠાકોરે કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે સાથે મુલાકાત કરી હતી, આની સાથે સાથે ગેનીબેન ઠાકોર સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. ગેનીબેન ઠાકોર હાલમાં દિલ્હીમાં છે, જ્યાં આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ તરફથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના નેતા અમિત ચાવડા પણ હાજર રહ્યાં હતા.

Geniben Thakor: ગેનીબેન ઠાકોર દિલ્હીમાં, રાહુલ અને સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, તસવીરો આવી સામે

બનાસકાંઠામાં ગેનીબેનની ભવ્ય જીત, બીજેપીના રેખા ચોધરીને હરાવ્યા હતા -  
આ લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 67,1883 મત મળ્યા છે, અને ભાજપના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીને 64,1477 મત મળ્યા છે. આ ચૂટણીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને 30,406 મતોની લીડથી હરાવી દીધા અને પ્રથમવાર બનાસકાંઠા બેઠક પર કબજો કર્યો. આ સાથે ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નવો જુસ્સો અને જોમ ભરાયો છે. 

ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વીપ પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ભારે પડ્યા છે. બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે 30 હજાર 406 મતોથી ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા છે. ખાસ વાત છે કે, કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે એકલા હાથે ભાજપની હેટ્રિક રોકી લીધી છે. 

બનાસકાંઠા બેઠક પર વિજયી થતા ગુજરાત કોંગ્રેસમાં એક નવો પ્રાણ ફૂંકાયો છે અને 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. મતગણતરીમાં છેલ્લી મિનિટ સુધી ઘણા ચઢાવ આ બેઠક પર જોવા મળ્યા હતા. આખરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હારનો સમાનો કરવો પડ્યો હતો. પોતાને બનાસના બેન ગણાવી ચૂંટણીજંગમાં ઉતરેલા ગેનીબેન ઠાકોરનો મુકાબલો ના માત્ર ભાજપના રેખાબેન ચૌધરી સામે હતો, પરંતુ ભાજપનું મજબૂત સંગઠન અને બનાસકાંઠા જિલ્લાના સહકારી સંગઠન  સામે એટલી જ ટક્કર હતી, પણ આખરે ગેનીબેન ઠાકોરે તમામને માત આપી દીધી. ખાસ વાત છે કે, જીત બાદ ગેનીબેન ઠાકોરે વિરોધીઓ વિરુદ્ધ હુંકાર પણ કર્યો હતો કે, મતદારોને કોઈ હેરાન ના કરતા, હું મતદારોની સાથે છું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter:અઢી વર્ષ બાદ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, જુઓ LIVE અપડેટ્સPanchmahal Heart Attack :ગોધરા રેલવે સ્ટેશન ખાતે મુસાફરને આવ્યો હાર્ટ અટેકC.R.Patil: નવા વર્ષના દિવસે કેન્દ્રીય મંત્રી પાટીલે શું કર્યો મોટો સંકલ્પ?, જુઓ વીડિયોમાંMehsana Accident Case:જિલ્લામાં અકસ્માતની બે અલગ અલગ ઘટનામાં બે લોકોના થયા મોત, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
KKRએ શા માટે IPL 2025 માટે શ્રેયસ અય્યરને રિટેન ન કર્યો? CEOએ કર્યો ચોંકાવનારો ખુલાસો
KKRએ શા માટે IPL 2025 માટે શ્રેયસ અય્યરને રિટેન ન કર્યો? CEOએ કર્યો ચોંકાવનારો ખુલાસો
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
Singham Again: 'સિંઘમ અગેન' રિલીઝ થયાને 2 દિવસ પણ નથી થયા અને અજય દેવગણે બનાવી દીધા 4 મોટા રેકોર્ડ
Singham Again: 'સિંઘમ અગેન' રિલીઝ થયાને 2 દિવસ પણ નથી થયા અને અજય દેવગણે બનાવી દીધા 4 મોટા રેકોર્ડ
Rishabh Pant: જે કોહલી-રોહિત પણ ન કરી શક્યા તે ઋષભ પંતે કરી બતાવ્યું, મુંબઈ ટેસ્ટમાં તોડ્યો રેકોર્ડ
Rishabh Pant: જે કોહલી-રોહિત પણ ન કરી શક્યા તે ઋષભ પંતે કરી બતાવ્યું, મુંબઈ ટેસ્ટમાં તોડ્યો રેકોર્ડ
Embed widget