શોધખોળ કરો
Advertisement
પીએમ મોદી સામે બાથ ભીડવા તૈયાર થયેલા ભીમ આર્મી ચીફનો યૂ-ટર્ન, કહ્યું- હું મોદી સામે વારાણસીથી નહીં લડુ ચૂંટણી
સમાચાર છે કે, ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે વારાણસીથી પીએમ મોદી સામે ચૂંટણી મેદાનમાં ઉતરવાની ના પાડી દીધી છે. તેમને કારણ આપતા કહ્યું કે, બીજેપીને હરાવવા વારાણસીમાં દલિત વૉટ સંગઠીત રહેવા જોઇએ, અને તેમનું સંગઠન સપા-બસપા-રાલોદ ગઠબંધનનું સમર્થન કરશે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની વારાણસી બેઠક હાલ ખાસ ચર્ચામાં છે, પીએમ મોદી અહીંથી ચૂંટણી લડવાના છે. એકબાજુ કોંગ્રેસના સમર્થકો પ્રિયંકા ગાંધીને મોદીની વિરુદ્ધમાં મેદાનમાં ઉતારવાની માંગ કરી રહ્યાં છે, તો બીજી બાજુ વિપક્ષ પણ મેદાને છે. આ બધાની વચ્ચે ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદ પણ મોદીને હરાવવા મેદાને પડ્યા હતા. જોકે, હવે તેમને યૂ-ટર્ન લઇ લીધો છે.
સમાચાર છે કે, ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે વારાણસીથી પીએમ મોદી સામે ચૂંટણી મેદાનમાં ઉતરવાની ના પાડી દીધી છે. તેમને કારણ આપતા કહ્યું કે, બીજેપીને હરાવવા વારાણસીમાં દલિત વૉટ સંગઠીત રહેવા જોઇએ, અને તેમનું સંગઠન સપા-બસપા-રાલોદ ગઠબંધનનું સમર્થન કરશે.
ચંદ્રશેખર આઝાદે કહ્યું કે જો હુ વારાણસીથી લડુ તો દલિત વૉટ વહેંચાઇ જશે, જેના કારણે બીજેપીની ફાયદો થઇ શકે છે.
નોંધનીય છે કે, 16 મહિના સુધી જેલમાં રહેલા દલિત નેતા અને ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે અગાઉ કહ્યું હતું કે, તે વારાણસી બેઠક પરથી પીએમ મોદીને હરાવવા મેદાને પડશે. જોકે, હવે તેમને યૂ-ટર્ન લઇ લીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement