શોધખોળ કરો
યુપીમાં BJPએ અપના દલ સાથે કર્યુ ગઠબંધન, કેટલી બેઠકો આપી, જાણો વિગતે

લખનઉઃ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) લોકસભાની ચૂંટણીને લઇને ઉત્તરપ્રદેશમાં સજ્જ થઇ ગઇ છે. બીજેપીએ પ્રાદેશિક પક્ષ અપના દલ સાથે રાજ્યમાં સાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત બીજેપીએ બે બેઠકો વહેંચી છે. બીજેપી અને અપના દલની બેઠકોને લઇને વાત બની ગઇ છે. આ વાત ખુદ અમિત શાહે પોતાના ટ્વીટર હેન્ડલ પર કરી છે. જેમાં લખ્યુ છે કે, અપના દલની અનુપ્રિયા પટેલ મિર્ઝાપુરથી ચૂંટણી લડશે, જ્યારે બીજી બેઠક માટે વાત ચાલુ છે. આથી કહી શકાય કે યુપીમાં બે બેઠકો અપના દળને મળી શકે છે.
નોંધનીય છે કે, ગત 2014 લોકસભામાં બીજેપીએ સૌથી મોટા રાજ્યા યુપીમાં સૌથી વધુ 72 બેઠકો કબ્જે કરી હતી, અહીં લોકસભાની સૌથી વધુ 80 બેઠકો આવેલી છે.
“फिर एक बार-मोदी सरकार” के संकल्प के साथ ‘भाजपा-अपना दल’ गठबंधन उत्तरप्रदेश में लोकसभा चुनाव साथ-साथ लडेगा।
अपना दल प्रदेश की दो सीटों पर चुनाव लडेगा, जिसमे श्रीमती @AnupriyaSPatel जी मिर्जापुर से चुनाव लड़ेंगी और दूसरी सीट पर दोनों दलों के नेता बैठकर चर्चा करेंगे। pic.twitter.com/kBbuAyBs7m — Amit Shah (@AmitShah) March 15, 2019
નોંધનીય છે કે, ગત 2014 લોકસભામાં બીજેપીએ સૌથી મોટા રાજ્યા યુપીમાં સૌથી વધુ 72 બેઠકો કબ્જે કરી હતી, અહીં લોકસભાની સૌથી વધુ 80 બેઠકો આવેલી છે. વધુ વાંચો





















