શોધખોળ કરો
Advertisement
રાજકીય ખેંચાખેંચ વચ્ચે આખરે બીજેપીએ દિલ્હીમાં પોતાના 4 ઉમેદવારો ઉતાર્યા, જાણો કોને મળી ટિકીટ
નોર્થ ઇસ્ટ દિલ્હીથી ફરી એકવાર મનોજ તિવાર બીજેપીના ઉમેદવાર બન્યા છે. વળી, વેસ્ટ દિલ્હીથી પ્રવેશ વર્મા, સાઉથ દિલ્હીથી રમેશ બિધૂડી અને ચાંદની ચૌકથી ડૉક્ટર હર્ષવર્ધનને મેદાનમાં છે
નવી દિલ્હીઃ દિલ્હીમાં એકબાજુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઇને ખેંચાખેંચ ચાલી રહી છે, ત્યારે બીજેપીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. રવિવારે બીજેપીએ લોકસભા ચૂંટણી 2019 માટે દિલ્હીની ચાર બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા હતા.
નોર્થ ઇસ્ટ દિલ્હીથી ફરી એકવાર મનોજ તિવાર બીજેપીના ઉમેદવાર બન્યા છે. વળી, વેસ્ટ દિલ્હીથી પ્રવેશ વર્મા, સાઉથ દિલ્હીથી રમેશ બિધૂડી અને ચાંદની ચૌકથી ડૉક્ટર હર્ષવર્ધનને મેદાનમાં છે.
દિલ્હીમાં લોકસભાની કુલ 7 બેઠકો છે. આવામાં બીજેપીની બાકી બચેલી ત્રણ બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા નથી.
ઉલ્લેખનીય છે કે, ગત 2014 લોકસભા ચૂંટણીમાં બીજેપીએ દિલ્હીની સાતેય બેઠકો પર કબ્જો જમાવ્યો હતો. જેને લઇને આ વખતે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરીને બીજેપીને રોકવાનો પ્રયાસ તેજ થયો હતો, જોકે હજુ સુધી ગઠબંધન વિશે વાત બની શકી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement