શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસે કયા ટોચના નેતાના પુત્રને ટીકિટ આપી અને ભાજપે પક્ષના જ કયા દિગ્ગજ નેતાના પુત્રનું પત્તું કાપ્યું, જાણો વિગત
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે રવિવારે 10 વધુ નામો સાથે કોંગ્રેસ 9મી યાદી બહાર પાડી હતી. તેમાં માજી નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને શિવગંગા અને એનસીપીમાંથી કોંગ્રેસમાં આવે તારીક અનવરને કટિહારની ટીકિટ આપી છે.
મહત્વની વાત એ છે કે, ભાજપમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહના પુત્ર અભિષેક સિંહનું પણ પત્તુ કપાયું છે. અભિષેક સિંહ હાલ રાજનંદગાંમના સાંસદ છે. જોકે કોઈ કારણોસર ભાજપે તેની ટીકિટ કાપી નાખી હતી.
કોંગ્રેસના 10 નવા ઉમેદવારોમાં મહારાષ્ટ્રના 4, બિહારના ત્રણ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક અને તમિલનાડુના એક-એક ઉમેદવાર છે. અત્યાર સુધી કોંગ્રેસના 227 ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. હજુ સુધી કોંગ્રેસે ગુજરાતના ઉમેદવારોની જાહેરાત કરી નથી જ્યારે ભાજપના ગુજરાતના 10 ઉમેદવારોની જાહેરાત બાકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion