શોધખોળ કરો
Advertisement
BJPએ વધુ એક યાદી કરી જાહેર, મુંબઈથી આ ગુજરાતી નેતાનું પત્તું કપાયું
નવી દિલ્હીઃ ભાજપે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી બાદ ભાજપે વદુ એક મોટા નેતા કિરીટ સોમૈયાનું પત્તું કાપ્યું છે. ભાજપની આ નવી યાદીમાં કુલ છ ઉમેદવારોના નામ શામેલ છે, જેમાં પાંચ ઉમેદવારો ઉત્તર પ્રદેશ અને એક ઉમેદવર મહારાષ્ટ્રથી છે. આ યાદીમાં આ વખતની હાઈપ્રોફાઈલ એવી આઝમગઢ, મૈનપુરી અને રાયબરેલી બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
આ યાદીમાં આઝમગઢથી ભોજપુરી ફિલ્મ સ્ટાર દિનેશ લાલ યાદવ એટલે કે ‘નિરહુઆ’ને ટિકિટ આપવામાં આવી છે. નિરહુઆની ટક્કર સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ સામે થશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી સામે દિનેશ પ્રતાપ સિંહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દિનેશ પ્રતાપ સિંહ તાજીતરમાં જ કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં શામેલ થયા છે. તો મેનપુરીથી સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની સામે ભાજપે પ્રેમ સિંહ શાક્યને ટિકિટ આપી છે.
મહારાષ્ટ્રની મુંબઈ નોર્થ-ઈસ્ટ બેઠક પરથી ગુજરાતે નેતા કિરીટ સોમૈયાનું પત્તુ કપાયું છે. તેમના સ્થાને મનોજ કોટકને ટિકિટ આપવામાં આવી છે. 2014માં કિરીટ સોમૈયાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુરૂદાસ કામતને પરાજય આપ્યો હતો. બીજી બાજુ આ બેઠક પરથી એનસીપી-કોંગ્રેસ ગઠબંધને સંજય દીના પાટિલને ટિકિટ ફાળવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement