શોધખોળ કરો
Advertisement
વડાપ્રધાન મોદી રાજકોટથી લોકસભા લડશે કે નહીં, ભાજપ નિરીક્ષકે આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે
રાજકોટઃ લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોની ગતિવિધીઓ તેજ થઇ ગઇ છે. આ બધાની વચ્ચે એવી અટકળો વહેતી થઇ હતી કે વડાપ્રધાન મોદી આ વખતે લોકસભાની ચૂંટણી ગુજરાતની લોકસભા બેઠક પરથી લડવાના છે. જોકે, હવે આ વાતને લઇને ભાજપે પ્રતિક્રિયા આપી છે.
ગુજરાતમાંથી લોકસભા ચૂંટણી લડવાને લઇને ભાજપના નિરીક્ષક બાબુભાઇ જેબલિયાએ કહ્યું કે, રાજકોટમાંથી વડાપ્રધાન ચૂંટણી નથી લડવાના, આ વાતમાં કોઇ દમ નથી. અહીં ઘણા કાર્યકરો છે જે સક્ષમ છે.
ભાજપના નેતા નરહરિ અમીને વડાપ્રધાન મોદી રાજકોટથી ચૂંટણી લડશે કે નહીં તે અંગે ખાસ પ્રતિક્રિયા આપી છે.
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી 2014ની લોકસભા ચૂંટણીમાં યુપીની બનારસ બેઠક ઉપરાંત ગુજરાતની વડોદરા બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા. જોકે, બાદમાં વડોદરાની બેઠક ખાલી કરીને વારાણસીના સાંસદ રહ્યાં હતા. જેથી આ વખતે ફરીથી ગુજરાતમાંથી ચૂંટણી લડી શકે છે એ વાતે હવા પકડી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement