શોધખોળ કરો
Advertisement
શહીદ હેમંત કરકરે પર સાધ્વી પ્રજ્ઞાની ટિપ્પણી બાદ મુશ્કેલીમાં ભાજપ, નિવેદન જાહેર કરી શું કહ્યું? જાણો
ભારતીય જનતા પાર્ટીએ મુંબઈ હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરેને લઈને કરવામાં આવેલી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના વિવાદિત નિવેદનથી પોતાના અલગ કર્યા છે. પાર્ટીનું કહેવું છે કે હેમંત કરકરે આતંકવાદીઓ સાથે લડતા શહીદ થયા હતા. ભાજપે હંમેશા તેમને શહીદ માન્યા છે.
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ મુંબઈ હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરેને લઈને કરવામાં આવેલી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના વિવાદિત નિવેદનથી પોતાના અલગ કર્યા છે. પાર્ટીનું કહેવું છે કે હેમંત કરકરે આતંકવાદીઓ સાથે લડતા શહીદ થયા હતા. ભાજપે હંમેશા તેમને શહીદ માન્યા છે.
આ પહેલા આઈપીએસ એસોસિએશને પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી અને ચૂંટણી પંચે તેમના નિવેદનની નોંધ લઈ તપાસની વાત કરી હતી.BJP releases statement over the remarks made against late Hemant Karkare by BJP LS candidate for Bhopal, Pragya Thakur; says, "BJP considers him a martyr. This is Sadhvi Pragya's personal statement which she might have given because of the mental & physical torture she had faced" pic.twitter.com/CNr5n5EbDl
— ANI (@ANI) April 19, 2019
ભાજપે શુક્રવારે એક નિવેદન જાહેર કરી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદનથી પોતાને અલગ કર્યા હતા. પાર્ટીએ કહ્યું, ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ માનવું છે કે હેમંત કરકરે આતંકવાદીઓ સાથે લડતા વીરગતિને પ્રાપ્ત થયા હતા. ભાજપે હંમેશા તેમને શહીદ માન્યા છે. જ્યાં સુધી સાધ્વી પ્રજ્ઞાના આ સંદર્ભમાં આપવામાં આવેલા નિવેદનનો વિષય છે, તો આ તેમનું અંગત નિવેદન છે, જે વર્ષો સુધી તેમની સાથે શારીરિક અને માનસિક પરેશાનીના કારણે આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક નિવેદનમાં સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે 26/11 હુમલામાં શહીદ થયેલા એટીએસ ચીફ હેમંત કરકરેને તેમના કર્મોની સજા મળી. તેમના કર્મ સારા ન હતા, આથી તેઓને સંન્યાસીઓનો શ્રાપ લાગ્યો હતો. સાધ્વીએ કહ્યું કે 'જે દિવસે હું જેલમાં ગઇ તેના માત્ર 45 દિવસમાં જ આતંકીઓએ તેમનો અંત કરી નાખ્યો'Ashok Chakra awardee late Sri Hemant Karkare, IPS made the supreme sacrifice fighting terrorists. Those of us in uniform condemn the insulting statement made by a candidate and demand that sacrifices of all our martyrs be respected.
— IPS Association (@IPS_Association) April 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement