શોધખોળ કરો
Advertisement
ગુજરાતના ભાજપના કયા સાંસદને ખુરશી છોડીને ભાગવું પડ્યું? સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
રાજકોટ: રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક ખેડૂત પાક વિમા વિશે પ્રશ્ન પૂછે છે અને સાંસદ મોહન કુંડારિયા જવાબ આપવાના બદલે ત્યાંથી ભાગી જાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચારે બાજે ચર્ચા થઈ રહી છે.
વીડિયોમાં એક ખેડૂત પાક વીમા અંગે મોહન કુંડારિયાને પ્રશ્ન પૂછે છે. આ અંગે મોહન કુંડારીયાએ જણાવ્યું હતું કે, આ અંગે ગુજરાત સરકારને રજૂઆત કરો. પાક વિમો આપવાની જવાબદારી સરકારની છે. તમારા ધારાસભ્યની આ જવાબદારી છે.
મોહન કુંડારીયાના જવાબથી અસંતુષ્ટ ખેડૂતે કહ્યું હતું કે, સાહેબ આ તમારી રીત છે જવાબ આપવાની? જેની સામે મોહન કુંડારીયા કહે છે કે, તમે ગાંડા કરવા આવ્યા છો. હું માણસનો ચહેરો જોઈને કહી દઉં. તમારા બોલવા પરથી જ મને ખબર પડી જાય. તમારી વાત કરવાની થિયરી જ ખોટી હતી આટલું જ નહીં.
વીડિયોમાં જોઈ શકાય છે કે, વ્યક્તિના પ્રશ્નોથી ઉશ્કેરાયેલા મોહન કુંડારીયા ખુરશી પરથી ઉભા થઈને જતાં રહે છે. આ અંગે ત્યાં હાજર લોકોમાં નારાજગી પણ જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement