શોધખોળ કરો
ગુજરાતમાં ભાજપે એક સામટા ત્રણ સાંસદોના પત્તા કાપ્યા, કયા નવા ચહેરાઓને મળી ટિકીટ?

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે બનાસકાંઠા, પંચમહાલ, અને પોરબંદર બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે આ ત્રણેય બેઠક પરથી વર્તમાન સાંસદોની ટિકિટ કાપી છે. બનાસકાંઠા બેઠક પરથી ભાજપે પરબત પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પોરબંદરથી રમેશ ધડૂકને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે વર્તમાન સાંસદ વિઠ્ઠલ રાદડિયાની ટિકિટ કાપીને રમેશ ધડૂકને ટિકિટ આપી છે. તે સિવાય પંચમહાલ બેઠક પરથી રતનસિંહને ટિકિટ આપવામાં આવી છે. પંચમહાલ બેઠક પરથી ભાજપે વર્તમાન સાંસદ પ્રભાતસિંહનુ પત્તુ કાપવામાં આવ્યું છે. પરબત પટેલ હાલમાં રાજ્યકક્ષાના પાણી પુરવઠા મંત્રી છે. પરબત પટેલ થરાદ વિધાનસભાના ધારાસભ્ય છે. બનાસકાંઠા બેઠક પરથી ભાજપે કેન્દ્રિય મંત્રી હરિભાઇ ચૌધરીની ટિકિટ કાપી પરબત પટેલને ટિકિટ આપી છે.
વધુ વાંચો





















