શોધખોળ કરો
Advertisement
અમિત શાહ સાથે મીટિંગ કર્યા બાદ સી.કે.પટેલે પાટીદારોને લઈને શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી સી.કે.પટેલે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે બેઠક કરી હતી. મેરેથોન બેઠકમાં પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવાથી લઈને શહીદ પરિવારોને નોકરી અપાવવા સી.કે.પટેલે સરકારને રજુઆત કરી હતી.
અમદાવાદ: ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને પાટીદાર અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન સી.કે.પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ બેઠકને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. આ સાથે જ તેમનું કહેવું છે કે, તમામ પ્રશ્નોના નિરાકરણ માટે સરકારનું હકારાત્મક વલણ છે.
સી.કે.પટેલે કહ્યું હતું કે, પાટીદારો સામેના કેસો પરત લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ આંદોલનમાં મૃત્યુ પામેલા પાટીદારોને ન્યાય મળશે. સરકાર તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા માગે છે અને સરકારનો અભિગમ હકારાત્મક છે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી સી.કે.પટેલે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે બેઠક કરી હતી. મેરેથોન બેઠકમાં પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવાથી લઈને શહીદ પરિવારોને નોકરી અપાવવા સી.કે.પટેલે સરકારને રજુઆત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં સવર્ણો માટેની યોજનાઓ અને સાથે ખેડૂતલક્ષી બાબતો પર પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું. પાટીદાર આગેવાન સી.કે.પટેલે મુકેલી રજૂઆતો અંગે આગામી 15 દિવસમાં સરકારે હકારાત્મક નિર્ણય લેવા અભિગમ દાખવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion