શોધખોળ કરો
Advertisement
પાંચમાં તબક્કાનો ચૂંટણી પ્રચાર શાંત, રાહુલ-સોનિયા ગાંધી સહિતના દિગ્ગજોનું ભાવી 6 મેના EVM માં થશે કેદ
લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કા માટે આજે સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચાર શાંત થયો છે. 6 મેના પાંચમાં તબક્કા માટે મતદાન થશે. પાંચમાં તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન થશે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કા માટે આજે સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચાર શાંત થયો છે. 6 મેના પાંચમાં તબક્કા માટે મતદાન થશે. પાંચમાં તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં સૌથી વધારે ઉત્તરપ્રદેશની 14, બિહારની 5 અને જમ્મુ-કાશ્મીરની 2, ઝારખંડની 4, મધ્યપ્રદેશની 7, રાજસ્થાનની 12 અને પશ્ચિમ બંગાળની 7 બેઠકો પર મતદારો મતદાન કરશે.
પાંચમાં તબક્કામાં દિગ્ગજોનું ભાવી ઈવીએમમાં કેદ થશે. જે વીઆઈપી બેઠકો પર મતદાન થશે તેમાં યૂપીની અમેઠી, રાયબરેલી, લખનઉ, ઘૌરહરા, સીતાપુર, મોહનલાલ ગંજ, બાંદા, ફેતેહપુર, કોશામ્બી, બારાબંકી, ફૈઝાબાદ, બહરાઈચ, કૈસરગંજ અને ગોંડા લોકસભા બેઠક સામેલ છે. બિહારની વાત કરવામાં આવે તો સીતામઢી, મઘુબની, મુઝફ્ફરપુર, સારણ અને હાજીપુર બેઠક પર પાંચમાં તબક્કામાં મતદાન થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion