શોધખોળ કરો
ABP Exit Poll: છત્તીસગઢમાં ભાજપને થશે ચાર બેઠકોનું નુકસાન, કોગ્રેસની શાનદાર વાપસી
છત્તીસગઢની 11 લોકસભા બેઠકોમાંથી ભાજપને છ બેઠકો મળી શકે છે. કોગ્રેસના ખાતામાં પાંચ બેઠકો આવી શકે છે. આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં ભાજપને વર્ષ 2014ની સરખામણીએ મોટું નુકસાન થઇ રહ્યું છે

નવી દિલ્હીઃ છત્તીસગઢની 11 લોકસભા બેઠકોમાંથી ભાજપને છ બેઠકો મળી શકે છે. કોગ્રેસના ખાતામાં પાંચ બેઠકો આવી શકે છે. આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં ભાજપને વર્ષ 2014ની સરખામણીએ મોટું નુકસાન થઇ રહ્યું છે. ભાજપને અહીં ચાર બેઠકોનું નુકસાન થઇ રહ્યું છે જ્યારે કોગ્રેસને ચાર બેઠકોનો ફાયદો થઇ રહ્યો છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 11માંથી 10 બેઠકો પર કબજો જમાવ્યો હતો જ્યારે કોગ્રેસને ફક્ત એક બેઠક મળી હતી.
વધુ વાંચો





















