શોધખોળ કરો
Advertisement
લોકસભાની ટિકીટ વહેંચણીથી નારાજ કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા જોડાશે ભાજપમાં? જાણો વિગત
મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત બાદ મીડિયા સમક્ષ જોધાજીએ નિવેદન આપ્યું છે કે, મુખ્યમંત્રી સાથે મુલાકાત એ સત્ય હકીકત છે. પાટણ બેઠક પર સ્થાનિક ઉમેદવાર ન મુકતા તેઓ નારાજ હતા.
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને કોંગ્રેસમાં નારાજગી સામે આવી છે. પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસે જગદીશ ઠાકોરને ટિકીટ આપતા પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરની નારજગી સામે આવી છે. જગદીશ ઠાકોરને ટિકીટ મળતાં તેમણે પાર્ટી છોડવાનું મન મનાવી લીધું છે. હવે તેઓ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત બાદ મીડિયા સમક્ષ જોધાજીએ નિવેદન આપ્યું છે કે, મુખ્યમંત્રી સાથે મુલાકાત એ સત્ય હકીકત છે. પાટણ બેઠક પર સ્થાનિક ઉમેદવાર ન મુકતા તેઓ નારાજ હતા. કોંગ્રેસમાંથી જોધાજી ઠાકોરે રાજીનામુ મુકતા ખળભળાટ મચ્યો હતો. જોકે, પક્ષે જોધાજી ઠાકોરને મનાવી પક્ષમાં પરત લાવ્યા હતા. જોકે, આ પછી પણ નારાજગી યથાવત છે.
ગત રોજ હારીજ મુકામે આવેલ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે જોધાજી ઠાકોરની બંધ બારણે બેઠક મળી હતી. જોધાજી ઠાકોર સહિત તેમના ટેકેદારો આવતી કાલે તા. 9 ના રોજ પાટણ ખાતે યોજાનાર ભાજપની જાહેર સભામાં કેસરિયો ધારણ કરવાનું મન માનવી લીધું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા સતત અવગણનાને કારણે પાટણ લોકસભા સીટ પર મોટું ભંગાણ પડે તેવી ભીતિ સેવાઇ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement