શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે કેટલા ધારાસભ્યોને ઉતાર્યા મેદાનમાં? જાણો વિગતો
અમદાવાદઃ લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભાજપ દ્વારા એક સીટને બાદ કરતા તમામ ઉમેદાવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસ તરફથી પણ 18 ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં કોંગ્રેસે સાત ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી બેઠક પર કોંગ્રેસે વિપક્ષના નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. પોરબંદરમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને ટિકીટ આપવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ બેઠક પર ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા અને સુરેન્દ્રનગર બેઠક પર લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલને ટિકીટ આપવામાં આવી છે.
જ્યારે જૂનાગઢ બેઠક પર ઉનાના ધારાસભ્ય પૂંજા વંશને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સિવાય વલસાડ બેઠક પર કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીને ટિકીટ આપવામાં આવી છે. જ્યારે ચાર પૂર્વ સાંસદ રાજુ પરમાર, જગદીશ ઠાકોર, તુષાર ચૌધરી અને ભરતસિંહ સોલંકીને કોંગ્રેસે ટિકીટ આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement