શોધખોળ કરો
Advertisement
Twitter પરથી હાર્દિક પટેલે પોતાના નામ આગળથી ‘બેરોજગાર’ શબ્દ કેમ હટાવ્યો, કારણ જાણીને ચોંકી જશો
કોંગ્રેસના હાર્દિક પટેલે પણ સોશિયલ સાઈટ ટ્વિટર પર પોતાના નામની આગળ ‘બેરોજગાર’ શબ્દ લખાવ્યો હતો. હાર્દિક પટેલે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ‘બેરોજગાર’ શબ્દ હટાવી દીધો છે. હાર્દિક જ્યારે નામની આગળ ‘બેરોજગાર’ શબ્દ લખાવ્યો ત્યારે તેમની ખૂબ ટીકા થઈ હતી.
અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કોંગ્રેસ બેરાજગોરી પર અને ભાજપ ‘મેં ભી ચોકીદાર’ પર જનતા પાસે વોટ માંગી રહી છે. હાલ કોંગ્રેસને હાર્દિક પટેલ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. બન્ને પાર્ટીઓએ ચૂંટણી અભિયાન માટે જે સૂત્રો બહાર પાડ્યા છે ત્યાર બાદ દરેક નેતાઓ પોતાના નામ આગળ ‘બેરોજગારી’ અને ‘મેં ભી ચોકીદાર’ લખાવ્યું હતું.
કોંગ્રેસના હાર્દિક પટેલે પણ સોશિયલ સાઈટ ટ્વિટર પર પોતાના નામની આગળ ‘બેરોજગાર’ શબ્દ લખાવ્યો હતો. હાર્દિક પટેલે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ‘બેરોજગાર’ શબ્દ હટાવી દીધો છે. હાર્દિક જ્યારે નામની આગળ ‘બેરોજગાર’ શબ્દ લખાવ્યો ત્યારે તેમની ખૂબ ટીકા થઈ હતી. હાલ એવું જાણવા મળે છે કે, સોશિયલ મીડિયામાં ભારે ટીકાઓ થયા બાદ હાર્દિકે કંટાળીને ટ્વિટર પરથી બેરોજગાર શબ્દ હટાવી લીધો હતો.
સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલનો એક ફોટો વાયરલ થયો છે. તેમાં હાર્દિક હેલીકોપ્ટરમાં ફરી રહ્યો છે અને નીચે લખ્યું છે કે, દેશનો પહેલો એવો ‘બેરોજગાર’ જે હેલિકોપ્ટરમાં ફરી રહ્યો છે. આ પોસ્ટ વાયુવેગે વાયરલ થયા બાદ હાર્દિક પટેલ પર ખુબ ફીટકાર વરસી હતી.
આ સમગ્ર ઘટનાથી કંટાળીને હાર્દિકે સોશિયલ મીડિયામાં ‘બેરોજગાર’ શબ્દ હટાવી દીધો હતો. હાર્દિકના વાયરલ થયેલા ફોટા પર ગુરુવારે નીતિન પટેલે પણ હાર્દિક પટેલને ટોણો માર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion