શોધખોળ કરો
Advertisement
જીવનની પ્રથમ ચૂંટણી હાર્યા કોંગ્રેસના આ દિગ્ગજ નેતા, ભાજપના ઉમેશ જાધવે હરાવ્યા
ઉમેશ જાધવ કોંગ્રેસના જ ધારાસભ્ય હતા અને થોડા મહિના પહેલા જ ભાજપમાં જોડાયા હતા. તેમણે કર્ણાટક વિધાનસભાનું સભ્યપદ છોડ્યું હતું.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ હારનો સામનો કરવો પડ્યો છે. કર્ણાટકતી કોંગ્રેસના ઉમેદવાર અને દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી હારી ગયા છે. ખડગે ગુલબર્ગા સીટથી કોંગ્રેસના ઉમેદવાર હાત. ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલ ઉમેશ જાધવે તેમને હરાવ્યા છે. જાધવે 95 હજારથી વધારે મતથી ખડગેને ચૂંટણીમાં હરાવ્યા છે.
જણાવીએ કે, ઉમેશ જાધવ કોંગ્રેસના જ ધારાસભ્ય હતા અને થોડા મહિના પહેલા જ ભાજપમાં જોડાયા હતા. તેમણે કર્ણાટક વિધાનસભાનું સભ્યપદ છોડ્યું હતું. ત્યાર બાદ જ ભાજપે તેમને લોકસબા ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે વિરૂદ્ધ ઉમેદવાર બનાવ્યા હતા.
નવ વખત ધારાસભ્ય અને બે વખત લોકસભા સભ્ય રહી ચૂકેલ મલ્લિકાર્જુન ખડગેએ ક્યારે ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો ન હતો. લોકસભા ચૂંટણીમાં આ ખડગેની પ્રથમ હાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion