શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં લોકસભા સાથે યોજાનારી ચાર પેટાચૂંટણી માટે હજુ કોંગ્રેસે નથી જાહેર કર્યા ઉમેદવાર, ભાજપમાં શું સ્થિતિ?
અમદાવાદઃ આગામી 23 એપ્રિલે લોકસભાની સાથે સાથે ગુજરાતમાં ચાર વિધાનસભાની પેટાચૂંટણી પણ થવાની છે. આ ચાર બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામા પડતાં પેટાચૂંટણી યોજાઇ રહી છે. ઉંઝા, માણાવદર, ધ્રાંગધ્રા અને જામનગર ગ્રામ્ય એમ ચાર બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ચૂંટણીપંચ દ્વારા તાલાલા બેઠક પર પણ ચૂંટણી જાહેર કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવી છે. ઉમેદવારી નોંધાવવા માટે ચોથી તારીખ છેલ્લી છે, ત્યારે કોંગ્રેસ આ પેટા ચૂંટણી માટે કોના નામ જાહેર કરે છે, તેના પર સૌની નજર છે.
ઉંઝા બેઠક પર ડોક્ટર આશા પટેલે રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી છે. રાજીનામું આપી આશાબેન પટેલ ભાજપમાં જોડાયા છે. જોકે, તેમના ભાજપમાં જોડાવાથી ઉંઝામાં ભાજપમાં ભારે વિરોધ ઊભો થયો છે. તેમજ તેમને ટિકીટ આપવાને લઇને પણ કકળાટ થઈ રહ્યો છે. ત્યારે હજુ સુધી ભાજપ દ્વારા આ સીટ પર ઉમેદવાર જાહેર કરાયા નથી. કોંગ્રેસે પણ હજુ ઉમેદવાર જાહેર કર્યા નથી.
માણાવદર બેઠક પરથી જવાહર ચાવડાએ રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી છે. રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને કેબિનેટ મંત્રી બનાવી દેવાયા છે અને તેઓ માણાવદરથી ભાજપની સીટ પરથી ચૂંટણી લડવાના છે. અહીં પણ કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર કર્યા નથી.
જામનગર ગ્રામ્ય બેઠક પરથી વલ્લભ ધારવીયાએ રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી છે. જોકે, ભાજપે તેમને ટિકીટ આપી નથી. તેમની જગ્યાએ ભાજપે રાઘવજી પટેલને ટિકીટ આપી છે. આ બેઠક પર પણ કોંગ્રેસે હજુ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી.
ધ્રાંગધ્રા બેઠક પરથી પરસોત્તમ સાબરિયાએ રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી છે. તેઓ રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે અને તેઓ ભાજપની ટિકીટ પરથી ફરી અહીંથી ચૂંટણી લડવાના છે. અહીં પણ કોંગ્રેસે હજુ સુધી પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement